ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rahul Gandhi ને મળી મોટી રાહત, બેંગલુરુ કોર્ટે માનહાનિના કેસમાં જામીન આપ્યા...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને માનહાનિ કેસમાં બેંગલુરુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને જામીન આપ્યા છે. આ મામલો ભાજપના નેતાઓ વિરુદ્ધ ખોટી જાહેરાતોના આરોપો સાથે...
12:08 PM Jun 07, 2024 IST | Dhruv Parmar
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને માનહાનિ કેસમાં બેંગલુરુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને જામીન આપ્યા છે. આ મામલો ભાજપના નેતાઓ વિરુદ્ધ ખોટી જાહેરાતોના આરોપો સાથે...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને માનહાનિ કેસમાં બેંગલુરુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને જામીન આપ્યા છે. આ મામલો ભાજપના નેતાઓ વિરુદ્ધ ખોટી જાહેરાતોના આરોપો સાથે સંબંધિત છે. ડીકે સુરેશના બોન્ડ પર રાહુલ ગાંધી (Rahul Gandhi)ને જામીન મળી ગયા છે. આ કેસની આગામી સુનાવણી 30 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?

કર્ણાટક ભાજપે અખબારોમાં અપમાનજનક જાહેરાતો આપવા બદલ તેમની સામે કેસ દાખલ કર્યો હતો. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા આપવામાં આવેલી જાહેરાતમાં, રાજ્યની તત્કાલિન ભાજપ સરકાર પર તેના 2019-2023ના શાસન દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ અંગે ભાજપ કોર્ટમાં પહોંચ્યું હતું. આજે સવારે રાહુલ બેંગલુરુ પહોંચ્યા જ્યાં CM સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સહિતના ટોચના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. શુક્રવારે સવારે 10.30 કલાકે સિટી સિવિલ કોર્ટમાં હાજર થયા હતા. આજે તેઓ ક્વીન્સ રોડ પરના ભારત જોડો ભવનમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદો અને રાજ્યમાંથી પરાજિત ઉમેદવારો સાથે વાત કરવાના છે. આ દરમિયાન CM સિદ્ધારમૈયા અને નાયબ CM ડીકે શિવકુમાર પણ હાજર રહેશે.

રાહુલ ગાંધી કોંગ્રેસના સાંસદોને પણ મળશે...

માનહાનિના કેસમાં 1 જૂને કોર્ટે સિદ્ધારમૈયા અને શિવકુમારને જામીન આપ્યા હતા. દરમિયાન કર્ણાટકના ડેપ્યુટી CM ડીકે શિવકુમારે કહ્યું કે આ રાજકીય રીતે પ્રેરિત મામલો છે. આમાં કોઈ અર્થ નથી. જ્યારે જસ્ટિસ કેએન શિવકુમારે રાહુલ ગાંધી (Rahul Gandhi)ને 7 જૂને વ્યક્તિગત રીતે હાજર થવાનો આદેશ આપ્યો હતો. ગયા અઠવાડિયે કેસની સુનાવણી દરમિયાન, રાહુલ ગાંધી (Rahul Gandhi)ના વકીલે તેમના અસીલ માટે હાજર રહેવામાંથી મુક્તિ માટે અરજી કરી હતી. જો કે, ફરિયાદ પક્ષે વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે મુક્તિને વારંવાર મંજૂરી આપવી જોઈએ નહીં.

આ પણ વાંચો : ‘દિલ્હીમાં દોસ્તી, પંજાબમાં કુશ્તી અને ચંડીગઢમાં મસ્તી…’, BJP એ AAP ના નિવેદન પર કર્યો પલટવાર

આ પણ વાંચો : નકલી આધાર કાર્ડ દેખાડી સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર ત્રણની ધરપકડ, FIR દાખલ…

આ પણ વાંચો : Narendra Modi આજે સાંજે શું કરશે નવાજૂની…?

Tags :
BengluruBengluru CourtBJPCongressDk ShivkumarGujarati NewsIndiaKarnataka BJPNationalrahul-gandhi
Next Article