ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આજે રાત્રે ગમે ત્યારે જાહેર થઇ શકે BJP-Congress ની યાદી

BJP-Congress : લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દરેક બેઠક પર ઉંડું વિષ્લેશણ કરીને પોતાના ઉમેદવારોને પસંદ કરી રહ્યા છે. ભાજપે (BJP) અગાઉ પહેલી યાદી જાહેર કરી હતી અને સોમવારે સાંજે ગુજરાત...
07:24 PM Mar 11, 2024 IST | Vipul Pandya
BJP-Congress : લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દરેક બેઠક પર ઉંડું વિષ્લેશણ કરીને પોતાના ઉમેદવારોને પસંદ કરી રહ્યા છે. ભાજપે (BJP) અગાઉ પહેલી યાદી જાહેર કરી હતી અને સોમવારે સાંજે ગુજરાત...
BJP-CONGRESS MEETING

BJP-Congress : લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દરેક બેઠક પર ઉંડું વિષ્લેશણ કરીને પોતાના ઉમેદવારોને પસંદ કરી રહ્યા છે. ભાજપે (BJP) અગાઉ પહેલી યાદી જાહેર કરી હતી અને સોમવારે સાંજે ગુજરાત સહિતના રાજ્યોના ઉમેદવારોની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટ્રી કમિટીની બેઠક શરુ થઇ ગઇ છે. બીજી તરફ કોંગ્રેસ (Congress)ની પણ કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક શરુ થઇ ગઇ છે. ભાજપની બીજી યાદી આજે રાત્રે જાહેર થાય તેવી શક્યતા છે.

ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરુ

ભાજપની બીજી યાદીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા નક્કી કરાયેલા નામો લઇને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચી ગયા છે અને કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક શરુ થઇ ચુકી છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર છે.

 

આજે મોડી રાત સુધીમાં ભાજપની બીજી યાદી જાહેર થઇ શકે

આ બેઠકમાં ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ અને તેલંગાણા, હરિયાણા, ઓરિસ્સા અને બિહારને લઈને મંથન કરાઇ રહ્યું છે. ગુજરાતની 11 બેઠકો પર ઉમેદવારોના નામની ચર્ચા થઇ રહી છે. આજે ચૂંટણી સમિતિની બેઠકમાં અંતિમ મહોર લાગશે અને મનાઇ રહ્યું છે કે આજે મોડી રાત સુધીમાં ભાજપની બીજી યાદી જાહેર થઇ શકે છે.

કોંગ્રેસની પણ બેઠક શરુ

બીજી તરફ ઉમેદવારોની બેઠક માટે કોંગ્રેસની પણ બેઠક શરુ થઇ ગઇ છે જેમાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વર્તમાન પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતન કોંગ્રેસ વર્કીંગ કમિટીના હોદ્દેદારો હાજર છે. કોંગ્રેસમાં પણ ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા કરાઇ રહી હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસની બીજી યાદી પમ ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે.

આ પણ વાંચો---- Amreli seat : ભાજપના ઉમેદવારમાં ઉલટફેર થવાની શક્યતા

આ પણ વાંચો--- GUJARAT CONGRESS ના આ દિગ્ગજ નેતાએ કેમ કર્યો ચૂંટણી લડવાનો ઇન્કાર..? વાંચો

આ પણ વાંચો--- Lok Sabha Election 2024: ટૂંક સમયમાં BJP પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરશે

Tags :
BJPbreaking newscandidates for Lok Sabha electionsCongressGujaratGujarat FirstLok Sabha ElectionsLok Sabha elections 2024National
Next Article