JP Nadda: હિમાચલ પ્રદેશની બેઠક પરથી રાજીનામું, જેપી નડ્ડા હવે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
JP Nadda: લોકસભાની ચૂંટણીને માત્ર હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે. આ સાથે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી દેવામાં આવીં છે. અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભાની સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે.ઉલ્લેખનીય છે કે, જેપી નડ્ડા તાજેતરમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. તો નોંધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહેશે. રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે હિમાચલની બેઠકથી તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.
જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ
રાજ્યસભાના સંસદીય બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, હિમાચલ પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર રાજ્યસભાના ચૂંટાયેલા સભ્ય જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં પોતાની સીટથી રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું 4 માર્ચે રાજ્યસભાના સભાપતિ દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યું છે. જેપી નડ્ડા તે 57 રાજ્યસભા સાંસદોમાંથી એક છે જેનો કાર્યકાળ એપ્રિલ મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારબાદ તે ગુજરાતની બેઠકથી રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે. રાજ્યસભામાંથી ગુજરાતમાંથી ભાજપના ચાર સાંસદ ચૂંટાયા છે.
ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સેનાપતિ એટલે જેપી નડ્ડા
ઉલ્લેખનીય છે કે, 2012 માં તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભા માટે ચૂંટાયા હતા. 2014માં કેબિનેટમાં ફેરબદલ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નડ્ડાને આરોગ્ય મંત્રી બનાવ્યા હતા. નડ્ડાને જૂન 2019 માં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2021 માં, નડ્ડાએ પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં એક નવી યોજના, એક મુઠ્ઠી ચાવલ શરૂ કરી છે.
2020 થી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સેવા આપે છે
જગત પ્રકાશ નડ્ડા એક વકીલ અને રાજકારણી છે. તેઓ 20 જાન્યુઆરી 2020 થી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે (જે પી નડ્ડા, ભાજપ પ્રમુખ). આ પહેલા તેઓ જૂન 2019 થી જાન્યુઆરી 2020 સુધી ભાજપના કાર્યકારી અધ્યક્ષ હતા. નડ્ડા આરોગ્ય અને પરિવાર કલ્યાણના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડના સચિવ રહી ચૂક્યા છે.