ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CR Patil : ચૂંટણી પછી કોંગ્રેસ અને AAP બંને ગુમ થઇ જશે

CR Patil : લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં ગઠબંધન થયું છે અને ગઠબંધનના ભાગરુપે ભરુચ લોકસભા બેઠક અને ભાવનગર લોકસભા બેઠક આમ આદમી પાર્ટી લડશે જ્યારે અન્ય બાકીની 24 બેઠક કોંગ્રેસ લડશે. આ મામલે પ્રતિક્રીયા...
01:12 PM Feb 24, 2024 IST | Vipul Pandya
CR Patil : લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં ગઠબંધન થયું છે અને ગઠબંધનના ભાગરુપે ભરુચ લોકસભા બેઠક અને ભાવનગર લોકસભા બેઠક આમ આદમી પાર્ટી લડશે જ્યારે અન્ય બાકીની 24 બેઠક કોંગ્રેસ લડશે. આ મામલે પ્રતિક્રીયા...
CR PATIL

CR Patil : લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં ગઠબંધન થયું છે અને ગઠબંધનના ભાગરુપે ભરુચ લોકસભા બેઠક અને ભાવનગર લોકસભા બેઠક આમ આદમી પાર્ટી લડશે જ્યારે અન્ય બાકીની 24 બેઠક કોંગ્રેસ લડશે. આ મામલે પ્રતિક્રીયા આપતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે (CR Patil ) કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજું પણ સ્વપ્ન જોઇ રહ્યા છે. તેમણે કહ્યું કે આંધળા અને બહેરા બંને ભેગા થઇ ગયા છે. ટકાવારી જોઇએ તો આ ગઠબંધન કશું જ નહીં કરી શકે અને ભરૂચ અને ભાવનગર બેઠક અમારી મજબૂત બેઠકો છે. બંને પક્ષો ધોળે દિવસે પણ સપનાં જોઇ રહ્યા છે. તેમણે કટાક્ષ કર્યો કે બંને પક્ષોની આંધળા બહેરાની સ્થિતિ છે. આ ચૂંટણીમાં પણ ભાજપ 26માંથી 26 બેઠકો પર જીત મેળવશે તેમ જણાવતા તેમણે કહ્યું કે ભાજપને કોઇ નુકસાન નથી, પ્રજા ભાજપની સાથે છે અને રહેશે જ. આ બંને પક્ષના નેતાઓ વરસાદના દેડકા જેવા છે તથા કોંગ્રેસના લોકોએ માની લીધું કે, રાહુલ ગાંધીમાં નેતૃત્વ કરવાની ક્ષમતા નથી

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજું પણ સ્વપ્નમાં

તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આજે કોંગ્રેસ અને આપ દ્વારા ગુજરાતની અંદર બે સીટ જીતવા માટે ગઠબંધનનો નિર્ણય લેવામાં આવ્યો છે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજું પણ સ્વપ્નમાં છે. વાસ્તવમાં તેમનું કોઇ મુલ્ય નથી. તેમણે કહ્યું કે ગયા વખતે ભાજપના મત વધારે હતા.

ભાજપ ભાવનગરમાં મજબૂત છે

તેમણે કહ્યું કે ગઇ ચૂંટણીમાં આપમાં ચૈતર વસાવા સિવાય સાતમાંથી ચાર ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઇ હતી. અહેમત પટેલ વખતે પણ તેઓ હાર્યા હતા. હવે તેઓ ભાવનગરની સીટ જીતવાનો પ્રયાસ કરે છે. ભાજપ ભાવનગરમાં મજબૂત છે તેમ તેમણે કહ્યું હતું.

ચૂંટણી પછી કોંગ્રેસ અને આપ બંને ગુમ થઇ જશે

તેમણે કહ્યું કે ચૂંટણી પછી કોંગ્રેસ અને આપ બંને ગુમ થઇ જશે. વિશ્વાસઘાતની સ્થિતી અહીં પણ થશે. ગઇ વખતે 126 બેઠકો પર આપની ડિપોઝીટ જમા થઇ હતી અને કોંગ્રેસે પણ 44 બેઠકો ગુમાવી હતી. કોંગ્રેસના સભ્યો પણ જીતની કોઇ શક્યતા જોતા નથી. આ રીતે ગઠબંધન કરીને આ લોકો ખાલી ઇલેક્શન વખતે જ આવે છે. પણ ગુજરાતની જનતા હવે જાગી ગઇ છે.

કોંગ્રેસના કાર્યકરો પોતાના અસ્તિત્વ વિશે પણ વિચારતા હોય છે

તેમણે કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભાજપ આગળ વધશે. ભાજપ પોતાનો ટાર્ગેટ આ વખતે પણ હાંસલ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો પોતાના અસ્તિત્વ વિશે પણ વિચારતા હોય છે ત્યારે આપ અને કોંગ્રેસ વચ્ચે જો ગઠબંધન થયું તો ગઠબંધન ખલાસ થઇ જશે.

મોદીજીની ગેરંટી લોકો સાથે

તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રા નિષ્ફળ ગઇ છે અને રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ નિરસતા અનુભવે છે. મોદીજીની ગેરંટી લોકો સાથે છે તેમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો-----LOK SABHA ELECTION : ગુજરાતમાં કાચીંડાની જેમ રંગ બદલતી AAP

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Aam Aadmi PartyBJP state presidentCongressCR PatilGujaratGujarat BJPloksabha electionloksabha election 2024
Next Article