ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Elections : મતદારોને રિઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો...

Elections : ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં વિવિધ સ્થળો પર ચૂંટણી (Elections ) સભાઓને ગજવી રહ્યા છે. ઉમેદવારો પણ પોતાની રીતે ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી...
12:52 PM May 04, 2024 IST | Vipul Pandya
Elections : ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં વિવિધ સ્થળો પર ચૂંટણી (Elections ) સભાઓને ગજવી રહ્યા છે. ઉમેદવારો પણ પોતાની રીતે ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી...
Campaigning

Elections : ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં વિવિધ સ્થળો પર ચૂંટણી (Elections ) સભાઓને ગજવી રહ્યા છે. ઉમેદવારો પણ પોતાની રીતે ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આવતીકાલે રવિવારે 5 તારીખે સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થઇ જશે.

આવતીકાલે સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત

મતદાન પૂર્વે 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર કરી શકાતો નથી અને જાહેરસભાઓ કે રેલી યોજી શકાતી નથી જેથી દરેક રાજકીય પક્ષના ઉમેદવારો અને સ્ટાર પ્રચારો માટે મતદારરુપી ભગવાનને રીઝવવા માટે હવે માત્ર બે દિવસ જ બચ્યા છે. ત્યારબાદ ઉમેદવારો શાંતિથી ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારોનો સંપર્ક કરી શકશે પણ જાહેરસભા કે રેલી અને ફેરણી કે અન્ય રીતે પ્રચાર કરી શકાશે નહીં

ભાજપની ચૂંટણીની આગવી રણનીતિ

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવીને 6 સ્થળોએ જાહેરસભા ગજવી ગયા છે અને ગૃહપ્રધાન અમિતભાઇ શાહ પણ સતત ગુજરાત આવીને જાહેરસભા અને રોડ શો કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ વિવિધ સ્થળોએ રોડ શો અને જાહેરસભા સંબોધી ચુક્યા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઠેર ઠેર જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે. અમિતભાઇ શાહ અને નવસારીના વાંસદા અને છોટાઉદેપુરમાં જાહેરસભાને સંબોધન કરશે તો ભાજપના નેતા નવનીત રાણા, રાજ્યવર્ધન રાઠોડ સહિત અન્ય રાષ્ટ્રિય નેતાઓ ગુજરાતમાં આવ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે. ભાજપે અનેક સ્ટાર પ્રચારકોની ફોજ ગુજરાતમાં ઉતારી દીધી છે.

કોંગ્રેસે પણ સ્ટાર પ્રચારોની ફોજ ઉતારી

આ ઉપરાંત કોંગ્રેસે પણ પોતાના સ્ટાર પ્રચારોને ગુજરાતના મેદાનમાં ઉતાર્યા હતા. પ્રિયંકા ગાંધી અને બનાસકાંઠામાં જાહેરસભાને સંબોધી રહ્યા હતા પૂર્વ મંત્રી શશી થરુર વડોદરામાં પ્રચાર કરી રહ્યા છે તો રાહુલ ગાંધી પણ વિવિધ સ્થળો પર જાહેરસભાને સંબોધન કરી ચુક્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ગુજરાતમાં પ્રચાર કર્યો છે તો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત ગુજરાતના નેતાઓ પણ વિવિધ સ્થળે જાહેરસભાને સંબોધી રહ્યા છે.

મતદારોને રિઝવવાના છેલ્લી ઘડીના પ્રયાસો

આવતીકાલે રવિવારે સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. આવતીકાલે મોટાભાગના ઉમેદવારો રોડ શો કરીને પોતાના મત વિસ્તારમાં મતદારોને રિઝવવાના છેલ્લી ઘડીના પ્રયાસો કરશે. સોશિયલ મીડિયાનો પણ પ્રચારમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય આંદોલનને જોતાં ગુજરાતની આ વખતની લોકસભાની ચૂંટણી ભારે રસપ્રદ બની ગઇ છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ક્યો પક્ષ કેટલી બેઠક જીતે છે.

આ પણ વાંચો------ VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારનો વિરોધ કોંગ્રેસને ભારે પડ્યો, ફીઝીયોથેરાપીસ્ટ મેદાને

આ પણ વાંચો----- Congress : પુરીમાં કોંગ્રેસના ઉમેદવારે પછી ખેંચી ઉમેદવારી, કારણ જાણી ચોંકી જશે

આ પણ વાંચો----- Lok Sabha elections : પ્રચારનો પડઘમ અંતિમ તબક્કામાં, અમિત શાહ, પાટીલ, પ્રિયંકા ગાંધી, આ સ્ટાર પ્રચારકો સભા ગજવશે

Tags :
Amit ShahBJPCongresselection campaignGujaratGujarat ElectionGujarat FirstJP NaddaLok Sabha Election 2024Narendra ModiPriyanka Gandhirahul-gandhiVoting
Next Article