ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Lok Sabha : સાબરકાંઠા જિલ્લામાં રાજકીય ભૂકંપ, આ નેતા કરશે કેસરિયા

Lok Sabha : લોકસભા (Lok Sabha)ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ (Congress)માં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અગાઉ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને બાદમાં વિજાપુરના ધારાસભ્ય ચતુર ચાવડાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. હવે સાબરકાંઠા...
07:02 PM Jan 23, 2024 IST | Vipul Pandya
Lok Sabha : લોકસભા (Lok Sabha)ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ (Congress)માં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અગાઉ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને બાદમાં વિજાપુરના ધારાસભ્ય ચતુર ચાવડાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. હવે સાબરકાંઠા...
pc google bjp

Lok Sabha : લોકસભા (Lok Sabha)ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ (Congress)માં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અગાઉ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને બાદમાં વિજાપુરના ધારાસભ્ય ચતુર ચાવડાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. હવે સાબરકાંઠા (Sabarkantha) કોંગ્રેસમાં પણ મોટું ભંગાણ પડવા જઈ રહ્યું છે. પૂર્વ જિલ્લા પ્રમુખ અને વર્તમાન સાબર ડેરીના ડીરેક્ટર વિપુલ પટેલ કેસરિયા કરે તેવી અટકળો તેજ થઈ ચૂકી છે. સંભવતઃ આવતીકાલે તેઓ પોતાના સમર્થકો સાથે કેસરિયા કરી શકે છે.

વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ રહ્યા

વિપુલ પટેલ જિલ્લા કોગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ રહ્યા હતા. તેઓ વર્ષ-૨૦૦૬થી સાબર ડેરીમાં ડીરેક્ટર તરીકે પણ કાર્યરત છે. છેલ્લા ઘણા સમયથી તેઓ કેસરિયા કરશે તેવી અટકળો સામે આવતી હતી અને હવે આજે સાબરકાંઠામાં પણ આવી અટકળો તેજ થઈ છે અને તેઓ આવતીકાલે કેસરિયા કરી શકે છે. તેમની સાથે તેમના મોટી સંખ્યામાં સમર્થકો પણ કેસરિયા કરી શકે છે. જો કે, આ મામલે વિપુલ પટેલે મૌન ધારણ કર્યું હતું પણ કેસરિયા કરવાની અટકળો તેજ થઈ છે. લોકસભાની ચૂંટણી પહેલાં સાબરકાંઠા કોંગ્રેસમાં આ મોટો રાજકીય ભૂકંપ હોઈ શકે છે.

ઘણા મોટા માથા આગામી દિવસોમાં ભાજપમાં જોડાઇ શકે

ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના ઘણા મોટા માથા આગામી દિવસોમાં ભાજપમાં જોડાઇ શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ દિનપ્રતિદિન તૂટી રહી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે લોઢાના ચણા ખાવા સમાન બની શકે છે. મોટા માથાઓ પોતાના કાર્યકરોની ફૌજ સાથે ભાજપમાં જોડાઇ શકે છે.

અહેવાલ---યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો----BHUPAT BHAYANI : AAP ના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી આ દિવસે BJP માં જોડાશે, જાણો તારીખ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPCongressGujaratGujarat FirstLok Sabha ElectionsLok Sabha elections 2024lok-sabhaSabarkantha
Next Article