ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajya Sabha : ગુજરાત સહિત 15 રાજ્યોની 56 બેઠકો પર યોજાશે ચૂંટણી

Rajya Sabha : દેશના 15 રાજ્યોમાં રાજ્યસભા (Rajya Sabha) ની 56 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ બેઠકો પર 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા સોમવારે આ જાહેરાત કરવામાં આવી હતી. 13 રાજ્યોના 50...
03:07 PM Jan 29, 2024 IST | Vipul Pandya
Rajya Sabha : દેશના 15 રાજ્યોમાં રાજ્યસભા (Rajya Sabha) ની 56 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ બેઠકો પર 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા સોમવારે આ જાહેરાત કરવામાં આવી હતી. 13 રાજ્યોના 50...
RAJYASABHA ELECTION

Rajya Sabha : દેશના 15 રાજ્યોમાં રાજ્યસભા (Rajya Sabha) ની 56 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ બેઠકો પર 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા સોમવારે આ જાહેરાત કરવામાં આવી હતી. 13 રાજ્યોના 50 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે, જ્યારે 2 રાજ્યોના બાકીના 6 સભ્યો 3 એપ્રિલે નિવૃત્ત થશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની એક તરફ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્યસભાની 4 બેઠકો પર પણ ચૂંટણીની જાહેરાત થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ગુજરાતના ચાર સાંસદોની ટર્મ પુરી થતાં આ ચૂંટણી યોજાશે.

15 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી

જે 15 રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે તેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, કર્ણાટક, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશા, હરિયાણા અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સભ્યો રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોમાંથી પરોક્ષ રીતે ચૂંટાય છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે, જે ગૃહની કામગીરીમાં સાતત્ય સુનિશ્ચિત કરે છે. રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.

રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણીની જાહેરાત

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરાઇ છે. ગુજરાતના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ થતાં આ ચૂંટણી યોજાઇ રહી છે. ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓ પરસોતમ રૂપાલા, મનસુખ માડવિયાની સીટ ખાલી થશે જ્યારે કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની સીટ પણ ખાલી થશે. આ ચૂંટણી માટે 8 ફેબ્રુઆરી નોટિફિકેશન જાહેર થશે. 15 ફેબ્રુઆરીએ નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે અને ત્યાર બાદ 27 ફેબ્રુઆરીએ જરૂર જણાશેતો મતદાન થશે.

ચારેય સીટ ભાજપના ફાળે જવાનો દાવો

બીજી તરફ રાજ્યસભાની ખાલી પડેલ 4 સીટો પર ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ કહ્યું કે રાજ્યસભાની ચારેય સીટ ભાજપના ફાળે જશે. ઉલ્લેખનિય છે કે હાલ બે સીટ કોંગ્રેસ અને બે સીટ ભાજપના ફાળે છે.

આ પણ વાંચો---BJP : જેપી નડ્ડાએ કહ્યું- નીતિશ વાસ્તવિક સાથી છે, તેમની સાથે અમે લોકસભામાં જોરદાર જીત હાંસલ કરીશું…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

.

Tags :
Election Commission of indiaGujarat. Electionspolitical newsRajya SabhaRajya Sabha elections
Next Article