Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ElectionsResults : પરિણામ બાદ PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

દેશમાં લોકશાહીના પર્વનું આજે સમાપન થયું છે. આજે મતગણતરી (ElectionsResults) થઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીના NDA ગઠબંધનને 290 બેઠકો અને કોંગ્રેસના (Congress) I.N.D.I. ગઠબંધનને 235 બેઠકો મળી છે. જો કે, વર્ષ 2019 ના પરિણામ અને એક્ઝિટ પોલની અપેક્ષાએ NDA ગઠબંધનને...
electionsresults   પરિણામ બાદ pm મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીની પહેલી પ્રતિક્રિયા  જાણો શું કહ્યું
Advertisement

દેશમાં લોકશાહીના પર્વનું આજે સમાપન થયું છે. આજે મતગણતરી (ElectionsResults) થઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીના NDA ગઠબંધનને 290 બેઠકો અને કોંગ્રેસના (Congress) I.N.D.I. ગઠબંધનને 235 બેઠકો મળી છે. જો કે, વર્ષ 2019 ના પરિણામ અને એક્ઝિટ પોલની અપેક્ષાએ NDA ગઠબંધનને ઓછી બેઠકો મળી છે, જેના કારણે પક્ષની ચિંતા વધી છે. જો કે, પરિણામોની જાહેરાત બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

PM મોદીએ માન્યો દેશવાસીઓનો આભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તેમના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે, દેશની જનતાએ સતત ત્રીજી વખત NDA માં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું. પીએમ મોદીએ આગળ લખ્યું કે, હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઊર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાગ કાર્ય માટે અભિનંદન પાઠવું છું.

Advertisement

Advertisement

ભાજપ માટે તેના કાર્યકરો સૌથી મોટી સંપત્તિ : અમિત શાહ

જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (AMit Shah) ટ્વિટ કરીને લખ્યું કે, ત્રીજી વખત ભાજપની આ જીત અમારા કાર્યકરોની અથાગ મહેનતનું પરિણામ છે. આ જીત બદલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (JP Naddda) અને દેશના દરેક ભાગમાં સખત મહેનત કરી રહેલા ભાજપના તમામ કાર્યકરોને હું અભિનંદન પાઠવું છું. ભાજપ (BJP) માટે તેના કાર્યકરો સૌથી મોટી સંપત્તિ છે. તમે બધા જે મહેનતથી ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી, શેરી-ગલીએ, ઘરે-ઘરે જઈને મોદીજી માટે જાહેર આશીર્વાદ માગ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે. હું તમને આ ભગીરથ પ્રયાસ માટે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું.

'આ જીત મોદીજીની સતત નિષ્ઠાનું પરિણામ છે'

અમિત શાહે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, NDA ની આ જીત મોદીજીએ દેશના ગરીબો, મહિલાઓ, પછાત, વંચિતો અને યુવાનોના સપનાને સાકાર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં કરેલા પ્રયાસો માટે જનતાનો આશીર્વાદ છે. આ વિજય બદલ હું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન પાઠવું છું. આ જીત મોદીજીની સતત નિષ્ઠાનું પરિણામ છે, જે કોઈ પણ ક્ષણે અને કોઈ કિંમતે રોકાવાવની નથી. છેલ્લા 23 વર્ષના જાહેર જીવનમાં, એક પણ દિવસની રજા લીધા વિના, પોતાની પરવા કર્યા વિના, અને માત્ર દેશ અને પોતાના દેશવાસીઓના કલ્યાણ માટે દિવસ-રાત કામ કરીને મોદીજીના મેરેથોન પ્રયાસોની આ જીત (ElectionsResults) છે.

આ પણ વાંચો - Lok Sabha Election : અપેક્ષા કરતા ઓછી બેઠકો, છતાં BJP એ 6 રાજ્યોમાં કર્યું ક્લીન સ્વીપ, MP માં ચાલ્યું મોહન મેજિક!

આ પણ વાંચો - નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડૂૂના હાથમાં છે PM Modi ના ત્રીજીવાર વડાપ્રધાન બનાવાની કમાન?

આ પણ વાંચો - UP : ઉત્તર પ્રદેશની વોટિંગ પેટર્નમાં મોટો ફેરફાર, BJP ના વોટબેંકમાં ભારે નુકસાન, જાણો શું છે કારણ…

Tags :
Advertisement

.

×