Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shankarsinh : દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત રચાઇ હતી

Shankarsinh Vaghela : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ છેલ્લા ઘણા દિવસથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રુપાલાની ટિકિટ રદ કરવાની માગ કરાઇ રહી છે ત્યરે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela)એ...
shankarsinh   દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત રચાઇ હતી
Advertisement

Shankarsinh Vaghela : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ છેલ્લા ઘણા દિવસથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રુપાલાની ટિકિટ રદ કરવાની માગ કરાઇ રહી છે ત્યરે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela)એ પણ પોતાનું નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ પણ કહ્યું કે ભાજપે તત્કાળ રાજકોટના ઉમેદવારને બદલવા જોઇએ. તેમણે કહ્યું કે આ નિવેદનના કારણે સમાજની અસ્મિતા અને ભાવનાને ચોટ લાગી છે.

શંકરસિંહ વાઘેલાએ રાજકોટ ભાજપના ઉમેદવારને તત્કાળ બદલવાની માગ કરી

પરશોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર તેમની વિરુદ્ધમાં આવેદનપત્ર અપાઇ રહ્યા છે તેવા સંજોગોમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં આવ્યા છે. વસંત વિહાર ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં શંકરસિંહ વાઘેલાએ રાજકોટ ભાજપના ઉમેદવારને તત્કાળ બદલવાની માગ કરી હતી.

Advertisement

Advertisement

દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત રચાઇ હતી

તેમણે કહ્યું કે એવુ લાગતું હતું કે ભાજપનું હાઇકમાન્ડ કોઇ પગલાં લેશે પણ લેવાયા નથી. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે. દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત રચાઇ હતી. ભાજપને આ શોભા દેતું નથી. સરકારે દાઝ્યા પર ડામ ના દેવા જોઇએ.

આ સંજોગોમાં વૈમનસ્ય ફેલાઇ શકે છે

તેમણે એમ પણ કહ્યું કે આ સંજોગોમાં વૈમનસ્ય ફેલાઇ શકે છે. જો તમે લાગણીઓ સમજતા હોવ તો તેનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કરવો જોઇએ કારણ કે સમાજના કલેજા પર ચોટ લાગી છે. રાજકોટ કાર્યાલયને તાળા વાગશે તેમ તેમણે કહ્યું હતું.

આ ઉમેદવારને તાત્કાલિક બદલો

શંકરસિંહે આરોપ લગાવ્યો કે એવું લાગે છે કે ભાજપ હાઇકમાન્ડની આમા સહમતી છે. તમારા ઉમેદવાર બોલી રહ્યા છે અને જો તમે આ ના સમજી શકો તો બહું કહેવાય. તેમણે એમ પણ કહ્યું કે તમારા જો પ્રોબ્લેમ હોય તો તમે ઉમેદવાર બદલી નાખો છે પણ આ ઉમેદવારને તાત્કાલિક બદલો.

લડાઇ ભાજપ સામે નથી પણ માત્ર માનસિક્તા સામે વિરોધ છે

તેમણે વધુમાં કહ્યું કે આ કિસ્સો માફી માગવાનો નથી. ક્ષત્રિયો માથા ઉતારી દે તેવા છે. આ લડાઇ ભાજપ સામે નથી પણ માત્ર માનસિક્તા સામે વિરોધ છે. પહેલાની પાર્ટી અને અત્યારની પાર્ટીમાં જમીન આસમાનનો વિરોધ છે. તેમણે કહ્યું કે બહેનોને જેલમાં પૂરશો તો બાપુ વચ્ચે આવશે. તમે આક્ષેપમાં સહમત ના હોવ તો ઉમેદવાર બદલો.

આ પણ વાંચો---- Rupala Controversy : પરશોત્તમ રૂપાલાનો વિવાદને લઈને CR Patil ના નિવાસસ્થાને મહત્વની બેઠક

આ પણ વાંચો---- HIMATNAGAR : ક્ષત્રિય હિતકારીણીની યોજાઇ સભા, યુવા ક્ષત્રિય સેના દ્વારા અપાયા આવેદનપત્ર

Tags :
Advertisement

.

×