ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Breaking News : કોંગ્રેસના વધુ એક નેતા છેડો ફાડે તેવા અણસાર

Breaking News : આજકાલ ભાજપમાં ભરતીમેળો ચાલી રહ્યો છે અને કોંગ્રેસના કદાવર નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઇને ગુજરાતમાં પ્રવેશ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસને ફટકો પડે તેવા એક સમાચાર...
07:40 PM Mar 07, 2024 IST | Vipul Pandya
Breaking News : આજકાલ ભાજપમાં ભરતીમેળો ચાલી રહ્યો છે અને કોંગ્રેસના કદાવર નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઇને ગુજરાતમાં પ્રવેશ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસને ફટકો પડે તેવા એક સમાચાર...
congress

Breaking News : આજકાલ ભાજપમાં ભરતીમેળો ચાલી રહ્યો છે અને કોંગ્રેસના કદાવર નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઇને ગુજરાતમાં પ્રવેશ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસને ફટકો પડે તેવા એક સમાચાર (Breaking News ) આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઇ ભુરિયાએ ભાજપના વખાણ કરતાં રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.

કોંગ્રેસના દિયોદરના પૂર્વ MLA શિવાભાઈ ભૂરિયાએ ભાજપના વખાણ કર્યા

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન મોટા સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે . કોંગ્રેસના દિયોદરના પૂર્વ MLA શિવાભાઈ ભૂરિયાએ ભાજપના વખાણ કરતાં લોકો ક્યાસ લગાવી રહ્યા છે કે હવે તેઓ પણ ભાજપમાં જોડાઇ શકે છે.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન મોટા સમાચાર
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ સાથે ફાડી શકે છે છેડો
પૂર્વ MLA શિવાભાઈ ભૂરિયાએ ભાજપના કર્યા વખાણ
વિધાનસભા અધ્યક્ષ સાથે શિવાભાઈ ભૂરિયા જોવા મળ્યા
દિયોદર તાલુકામાં વિકાસ થયાનો શિવાભાઈએ કર્યો દાવો
પૂર્વ MLA શિવાભાઈ ભૂરિયાના નિવેદનથી રાજકારણ ગરમાયું
દિયોદર માર્કેટ યાર્ડમાં પૂર્વ ધારાસભ્યએ આપ્યું નિવેદન
બનાસકાંઠા દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા

પૂર્વ MLA શિવાભાઈ ભૂરિયાના નિવેદનથી રાજકારણ ગરમાયું

શિવાભાઇ ભરિયા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સાથે જોવા મળ્યા હતા અને દિયોદર તાલુકામાં વિકાસ થયાનો દાવો કર્યો હતો. પૂર્વ MLA શિવાભાઈ ભૂરિયાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમના નિવેદનથી તેમનું પણ હ્રદય પરિવર્તન થયું છે કે કેમ તેવી ચર્ચા શરુ થઇ ગઇ હતી. દિયોદર માર્કેટ યાર્ડમાં વિવિધ કાર્યોના લોકાર્પણ દરમિયાન શિવાભાઇએ આ નિવેદન આપ્યું હતું.

ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતી નબળી

ઉલ્લેખનિય છે કે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસના સંખ્યાબંધ અગ્રણીઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઇ ગયા છે અને ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતી નબળી પડી રહી છે. લોકસભા ચૂંટણી ટાણે જ ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક રાજીનામા પડતાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ગુજરાત પ્રદેશ મહામંત્રી તારિક પઠાણનું રાજીનામું રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલમાં આવે તે પહેલા સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ મહામંત્રી તારિક પઠાણે રાજીનામું આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં તેમની કદર કરવામાં આવી રહી નથી.

આ પણ વાંચો-------PANCHMAHAL CONGRESS: રાજ્યમાં કોંગી નેતાઓ પૂરઝપાટે ભાજપમાં જોડાઈ રહ્યા, કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો

Tags :
Bharat Jodo Nyay YatraBJPbreaking newsCongressCongress former MLA Shivabhai Bhuriarahul-gandhi
Next Article