Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP : કોંગ્રેસના પૂર્વ નેતા ભાજપમાં જોડાયા

BJP : કોંગ્રેસના પૂર્વ નેતા ભાજપ ( BJP) માં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહેલા રોહન ગુપ્તા આજે દિલ્હીમાં કેસરીયો ધારણ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે રોહન ગુપ્તાએ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. રોહન ગુપ્તાએ કોંગ્રેસના સભ્યપદેથી...
bjp   કોંગ્રેસના પૂર્વ નેતા ભાજપમાં જોડાયા
Advertisement

BJP : કોંગ્રેસના પૂર્વ નેતા ભાજપ ( BJP) માં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહેલા રોહન ગુપ્તા આજે દિલ્હીમાં કેસરીયો ધારણ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે રોહન ગુપ્તાએ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.

રોહન ગુપ્તાએ કોંગ્રેસના સભ્યપદેથી તાજેતરમાં રાજીનામું આપી દીધું હતું

રોહન ગુપ્તાએ કોંગ્રેસના સભ્યપદેથી તાજેતરમાં રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે તેમને લોકસભા ચૂંટણી માટે અમદાવાદ પૂર્વમાંથી ટિકિટ આપી હતી. જો કે થોડા દિવસ બાદ તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. ચૂંટણી ન લડવા પાછળ તેમણે પિતાની તબિયત ખરાબ હોવાનું કારણ દર્શાવ્યું હતું. ત્યારબાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા ત્યારે તેમણે પાર્ટીના જ કોઇ નેતા વિશે કહ્યું હતું કે તેઓ મારા પર ગંભીર આરોપ મુકી રહ્યા છે. તેઓ પક્ષના નેતાઓના આરોપોથી વ્યથિત હતા.

Advertisement

દિલ્હી કમલમ ખાતે તેઓ કેસરીયા રંગે રંગાઇ જશે

હવે રોહન ગપ્તા ભાજપમાં જોડાઇ રહ્યા છે. દિલ્હી કમલમ ખાતે તેઓ કેસરીયા રંગે રંગાઇ જશે. ઉલ્લેખનિય છે કે રોહન ગુપ્તા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા હતા અને કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગની જવાબદારી પણ તેમણે સંભાળેલી હતી. આ લખાય છે ત્યારે તેઓ દિલ્હી કમલમ કાર્યાલય ખાતે પહોંચી ગયા છે.

Advertisement

આ પણ વાંચો----- Rupala controversy : રૂપાલા વિવાદ મામલે વિભીષણવાળી! ઘરના જ ભેદી હોવાનો રિપોર્ટ હાઈકમાન્ડ સુધી મોકલાયો!

આ પણ વાંચો---- Lok Sabha elections : આવતીકાલથી વધશે રાજકીય ગરમાવો! ઉમેદવારી ફોર્મ ભરવાની થશે શરૂઆત

આ પણ વાંચો---- BJP Arjun Modhwadia: ભાજપ નેતાનો અનોખો અંદાજ, ઢોલના તાલે ઘોડે સવારી કરી એન્ટ્રી લીધી

Tags :
Advertisement

.

×