ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Garry Kasparov : રશિયન ચેસ ગ્રાન્ડ માસ્ટરનો રાહુલ ગાંધી પર કટાક્ષ!

Garry Kasparov : ભૂતપૂર્વ રશિયન ચેસ લિજેન્ડ ગેરી કાસ્પારોવે (Garry Kasparov) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાયબરેલીથી ચૂંટણી જીતવાની સલાહ આપતી પોસ્ટ વાયરલ થયા બાદ તેમણે પોતાના નિવેદન પર સફાઇ પણ આપી છે. તેમનું કહેવું છે કે ભારતીય રાજનીતિ પર તેમની...
03:39 PM May 04, 2024 IST | Vipul Pandya
Garry Kasparov : ભૂતપૂર્વ રશિયન ચેસ લિજેન્ડ ગેરી કાસ્પારોવે (Garry Kasparov) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાયબરેલીથી ચૂંટણી જીતવાની સલાહ આપતી પોસ્ટ વાયરલ થયા બાદ તેમણે પોતાના નિવેદન પર સફાઇ પણ આપી છે. તેમનું કહેવું છે કે ભારતીય રાજનીતિ પર તેમની...

Garry Kasparov : ભૂતપૂર્વ રશિયન ચેસ લિજેન્ડ ગેરી કાસ્પારોવે (Garry Kasparov) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાયબરેલીથી ચૂંટણી જીતવાની સલાહ આપતી પોસ્ટ વાયરલ થયા બાદ તેમણે પોતાના નિવેદન પર સફાઇ પણ આપી છે. તેમનું કહેવું છે કે ભારતીય રાજનીતિ પર તેમની નાની મજાકને કોઈ વકીલાત કે નિપુણતા તરીકે ન લેવી જોઈએ. વાસ્તવમાં, રાહુલ ગાંધીના ચેસ પ્રત્યેના પ્રેમ વિશેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેના પર દિગ્ગજ ચેસ ખેલાડીની ટિપ્પણી સામે આવી હતી. હવે તેમણે સ્પષ્ટતા આપી છે અને તેને નાની મજાક ગણાવી છે.

આ એક ફક્ત મજાક હતી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મનપસંદ રશિયન ચેસ ખેલાડી ગેરી કાસ્પારોવે કહ્યું કે, 'ટોચના સ્તરને પડકારતા પહેલા રાયબરેલીમાં જીત મેળવે ' આ પોસ્ટ આવ્યાના થોડા જ કલાકોમાં ગેરીએ સફાઇ આપતાં કહ્યું કે આ એક ફક્ત મજાક હતી અને તેને મજાકના રુપમાં જ જોવી જોઇએ.

સૌથી સારા શતરંજ ખલાડીના દાવા પર કટાક્ષ

ગેરીએ અભિનેતા રણવીર શૌરીની પોસ્ટના જવાબમાં લખ્યું હતું કે મને આશા છે કે મારી નાની મજાકથી ભારતીય રાજકારણમાં વકીલાત અથવા વિશેષજ્ઞ તરીકે ના જોવી જોઇએ પણ મને પહેલા જે રીતે 1 હજાર આંખોવાળા રાક્ષસના રુપમાં વર્ણવાયો હતો , હું એક નેતાને પોતાની પ્રિય રમત રમતા જોવાનું ચુકીશ નહીં. રણવીર શૌરીની કોમેન્ટ રાહુલ ગાંધીના તમામ ભારતીય નેતાઓમાં સૌથી સારા શતરંજ ખલાડીના દાવા પર કટાક્ષ જેવી લાગી રહી છે. હવે ગેરીએ પણ યુઝર્સને આ જ જવાબ આપ્યો છે.

ટોચના સ્તરને પડકારતા પહેલા તમારે રાયબરેલીથી જીતવું જોઈએ

તમને જણાવી દઈએ કે કોંગ્રેસે હાલમાં જ રાહુલ ગાંધીનો લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મોબાઈલ ફોન પર ચેસ રમતા વીડિયો શેર કર્યો હતો. રાહુલે ગેરી કાસ્પારોવને તેનો પ્રિય ચેસ ખેલાડી ગણાવ્યો હતો અને રમત અને રાજકારણ વચ્ચે સમાનતા દર્શાવી હતી. આના પર 'X' ના એક યુઝરે ચીવટપૂર્વક લખ્યું, "ખૂબ જ રાહત અનુભવી રહ્યો છું કે કાસ્પારોવ અને વિશ્વનાથન આનંદે રમતને વહેલા અલવિદા કહી દીધું અને તેમને અમારા સમયના સૌથી મહાન ચેસ પ્રતિભાનો સામનો કરવો પડ્યો નહીં." આ પોસ્ટનો જવાબ આપતા કાસ્પારોવે કહ્યું, "ટોચના સ્તરને પડકારતા પહેલા તમારે રાયબરેલીથી જીતવું જોઈએ." પરંતુ હવે તેણે પોતાનું નિવેદન બદલી નાખ્યું છે.

આ પણ વાંચો------ Lok Sabha Elections : બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીએ કહ્યુ- ‘BJPની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા’

આ પણ વાંચો----- Jharkhand : PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું- પાકિસ્તાનને ‘લવ લેટર’ મોકલતી હતી પહેલાની સરકાર…

આ પણ વાંચો----- Elections : મતદારોને રિઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો…

Tags :
Chesschess masterCongressGarry Kasparovloksabha election 2024NationalRae Barelirahul-gandhiRussian chess legend
Next Article