Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

POLITICS : મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના નેતાઓને મળતાં અનેક તર્ક વિતર્ક

POLITICS : લોકસભા (loksabha)ની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણ (POLITICS)માં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર ભુતકાળમાં સાત વખત ભાજપમાંથી ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આજે કોંગ્રેસ ઓફિસે પહોંચી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા અને...
politics   મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના નેતાઓને મળતાં અનેક તર્ક વિતર્ક
Advertisement

POLITICS : લોકસભા (loksabha)ની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણ (POLITICS)માં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર ભુતકાળમાં સાત વખત ભાજપમાંથી ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આજે કોંગ્રેસ ઓફિસે પહોંચી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા અને તેથી અટકળો તેજ બની હતી કે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઇ શકે છે.આ સમાચારથી રાજકારણ (POLITICS ) ગરમાયું હતું

ગત ચૂંટણીમાં ભાજપે ટિકીટ આપી ન હતી

વાઘોડીયા બેઠકના બાહુબલી નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સતત સાત ટર્મથી આ જ બેઠકમાંથી ચૂંટાઇ આવતા હતા પણ ગત વિધાનસભની ચૂંટણીમાં ભાજપે તેમને ટિકીટ આપી ન હતી. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પણ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતી ગયા હતા.

Advertisement

Advertisement

કોંગ્રેસના નેતાઓને મળ્યા

દરમિયાન, શુક્રવારે મધુશ્રીવાસ્તવ અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકને મળ્યા હતા. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

શુભેચ્છા મુલાકાત હોવાનો દાવો

એક સમયે વડોદરા જિલ્લાના રાજકારણમાં દબદબો ધરાવતા મધુશ્રીવાસ્તવની છબી દબંગ નેતા તરીકે ગણાય છે અને તેઓ હવે કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો થઇ રહી છે. જો કે કોંગ્રેસના સુત્રોએ તો કહ્યું કે આ શુભેચ્છા મુલાકાત હતી. પણ આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

હું ફક્ત ઔપચારિક મુલાકાત માટે ગયો હતો

જો કે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે કોંગ્રેસ ઓફિસની બાજુમાં મારા એક મિત્ર રહે છે તેમને મળવા ગયો હતો અને ત્યાં કોંગ્રેસ ઓફિસમાં શક્તિસિંહ બેઠા હતા તેથી તેમને પણ મળવા ગયો હતો. હું કોઇ પક્ષમાં જોડાવાનો નથી. હું ફક્ત ઔપચારિક મુલાકાત માટે ગયો હતો. હું મિત્રતાના નાતે મળવા ગયો હતો. કોંગ્રેસની ચા મીઠી હતી. હું થોડા સમય પહેલા સી.આર.પાટીલને પણ મળ્યો હતો. લોકસભાના ગણિત અલગ હોય છે. હું ભાજપ કે કોંગ્રેસ કોઇની સાથે નથી

આ પણ વાંચો----SURENDRANAGAR : બુટલેગરને પકડવા ગયેલા PSI અને કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×