ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kathi Kshatriya : 'ગઇ કાલે જે કહેવાયું તે અર્ધ સત્ય, આજે પૂર્ણ સત્ય કહીએ છીએ'

Kathi Kshatriya : કાઠી ક્ષત્રિય સમાજ (Kathi Kshatriya) ની રાજકોટમાં યોજાયેલી આજે અન્ય એક પ્રેસ કોન્ફરન્સમાં આગેવાનોએ કહ્યું કે ગઇ કાલે કાઠી ક્ષત્રિય (Kathi Kshatriya) સમાજના જે આગેવાનો દ્વારા  પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું તે અર્ધ સત્ય છે. રુપાલાના નિવેદનથી સમાજને ચોટ...
01:28 PM Apr 13, 2024 IST | Vipul Pandya
Kathi Kshatriya : કાઠી ક્ષત્રિય સમાજ (Kathi Kshatriya) ની રાજકોટમાં યોજાયેલી આજે અન્ય એક પ્રેસ કોન્ફરન્સમાં આગેવાનોએ કહ્યું કે ગઇ કાલે કાઠી ક્ષત્રિય (Kathi Kshatriya) સમાજના જે આગેવાનો દ્વારા  પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું તે અર્ધ સત્ય છે. રુપાલાના નિવેદનથી સમાજને ચોટ...
kathi samaj on rupala

Kathi Kshatriya : કાઠી ક્ષત્રિય સમાજ (Kathi Kshatriya) ની રાજકોટમાં યોજાયેલી આજે અન્ય એક પ્રેસ કોન્ફરન્સમાં આગેવાનોએ કહ્યું કે ગઇ કાલે કાઠી ક્ષત્રિય (Kathi Kshatriya) સમાજના જે આગેવાનો દ્વારા  પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું તે અર્ધ સત્ય છે. રુપાલાના નિવેદનથી સમાજને ચોટ લાગી છે અને તેથી આ આંદોલનને છેક સુધી અમારો તન, મન અન ધનથી ટેકો છે. ઉલ્લેખનિય છે કે ગઇ કાલે યોજાયેલી કાઠી ક્ષત્રિય (Kathi Kshatriya) સમાજની પ્રેસ કોન્ફરન્સમાં રુપાલાને સમર્થન અપાયું હતું ત્યારે માત્ર 24 કલાકમાં જ કાઠી ક્ષત્રિય સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.

કોઇનું પેટનું પાણી હલતું ના હોય તો આવું વર્તન કેમ...?

કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન પ્રતાપભાઇ ખુમાણે કહ્યું કે અમારે અંદરો અંદર કોઇ વિખવાદ નથી. ગઇ કાલે કહેવાયું કે રાષ્ટ્રીય લેવલે મોદીને ધ્યાનમાં રાખીને જતું કરવું જોઇએ પણ મારો સવાલ એ છે કે ભાજપનો કોઇએ વિરોધ કર્યો નથી. ઉપવાસી મહિલાઓ પણ ઉમેદવારનો વિરોધ કરે છે. અમે કહીએ છીએ કે ખાલી કમળ ઉભું રાખશો તો પણ જીતાડવાની અમારી જવાબદારી છે. અહીં વ્યક્તિનો પણ વિરોધ નથી. અમારા આવેદનપત્રમાં પણ રુપાલા સાહેબ લખવામાં આવ્યું છે. ક્યાંય મર્યાદા ચુકી નથી પણ સહનશક્તિની મર્યાદા હોય કારણે હવે વિચારવાનું છે કે આ સમાજ હંમેશા ભાજપ સાથે છે અને નેતૃત્વ પ્રત્યે માન છે. પણ ક્યા સુધી.... ? કોઇનું પેટનું પાણી હલતું ના હોય તો આવું વર્તન કેમ...?

રુપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી આંદોલન ચાલું

પ્રતાપભાઇ ખુમાણે કહ્યું કે કોઇ એક વ્યક્તિ સમાજનો ઠેકો ના લઇ શકે. આંદોલન ઉગ્ર ના બને તેની જવાબદારી શિર્ષસ્થ નેતૃત્વની છે. જે કાઠી સ્ટેટ હતા તે મારી સાથે આજે બહાર આવ્યા છીએ. હવે રુપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે.

ગઇ કાલે જે કહેવાયું તે અર્ધ સત્ય

તેમણે કહ્યું કે ગઇ કાલે જે પ્રેસ કોન્ફરન્સ થઇ તેના સીધા સમાચાર અમને મળ્યા હતા.અમને કોઇને ખ્યાલ ન હતો પણ રાજકારણ સગા બે ભાઇ વચ્ચે ફૂટફાટ કરાવે. એ અમારા આગેવાનો છે. તેમનો પણ વિરોધ નથી, માત્રને માત્ર આશય છે કે ગઇ કાલે જે કહેવાયું તે અર્ધ સત્ય છે. આજે જે કહેવાયું તે પૂર્ણ સત્ય છે.

ખાલી કમળ ઉભુ રાખો તો પણ સમર્થન આપવા તૈયાર

પ્રતાપભાઇ ખુમાણે કહ્યું કે ગઇ કાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ ભાજપના કાર્યાલયમાં હતી અને આજે અહીં રાજપૂત સમાજનું સ્થળ છે તેનું અંતર તમે જોઇ શકો છો. આજે મારી સાથે અમરેલીના રજવાડાના પ્રતિનિધી આવ્યા છે. મુદ્દો નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય નેતૃત્વ અને પક્ષ સાથે નથી પણ ક્યાં સુધી.. કોઇ જ ઉકેલ ના આવે તો શું કરીએ. અમે કહીએ છીએ કે ખાલી કમળ ઉભુ રાખો તો પણ સમર્થન આપવા તૈયાર છીએ પણ જે શબ્દો બોલાણા છે તેની ગ્રામ્ય સ્તર સુધી ચોટ લાગેલી છે. દુનિયામાં તેની કોઇ દવા નથી તેનું સોલ્યુશન કરી શકે.

આ આંદોલન સાથે તન, મન ધનથી જોડાયેલા છીએ

તેમણે કહ્યું કે આજે અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે અમે જે સ્ટેટ આવ્યા છીએ તે આ આંદોલન સાથે છેક સુધી રહેશે. ગઇ કાલના આગેવાનોની પાછળ કોઇ કારણ તો હશે જ.. તેમનું સત્ય અર્ધ્ય સત્ય છે. આજે તમે પૂર્ણ સત્ય સાંભળો છો. આ આંદોલન સાથે તન, મન ધનથી જોડાયેલા છીએ. આ સ્વયંભૂ જુવાળ છે. કાલે સંમેલનમાં પોતાના ખર્ચે જેને ચોટ લાગી છે તે તમામ આવશે અને અમે બધા પણ ત્યાં સૂર પુરાવશું.

આ પણ વાંચો---- Parshottam Rupala : વિવાદ વચ્ચે રૂપાલાનો પ્રચંડ પ્રચાર, ક્ષત્રિય સમાજના યુવાનોએ કર્યું ભવ્ય સ્વાગત, જુઓ Video

આ પણ વાંચો--- Rajkot : રાજકોટ બન્યું હોટ ફેવરેટ! પરશોત્તમ રૂપાલાનો વેગવંતી પ્રચાર, કોંગ્રેસ હાલ પણ અસમંજસમાં!

આ પણ વાંચો---- Kathi Kshatriya : બીજા પ્રશ્નો ગૌણ છે જ્યારે PM MODI ની વાત હોય..!

Tags :
BJPGujaratGujarat FirstKathi Kshatriya SamajKSHATRIYA SAMAJKshatriya Samaj andolanParshottam RupalaRajkot Lok Sabha seat
Next Article