ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat BJP એ સિનિયર નેતાઓને સોંપી મોટી જવાબદારી, સંયોજક અને સબસંયોજકના નામની કરી જાહેરાત...

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. બે અઠવાડિયામાં, ચૂંટણી પંચ ( Election Commission ) સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી શકે છે. તેથી દેશની તમામ પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. BJP એ આ લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો જીતવાનું લક્ષ્ય...
11:02 PM Feb 29, 2024 IST | Dhruv Parmar
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. બે અઠવાડિયામાં, ચૂંટણી પંચ ( Election Commission ) સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી શકે છે. તેથી દેશની તમામ પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. BJP એ આ લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો જીતવાનું લક્ષ્ય...

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. બે અઠવાડિયામાં, ચૂંટણી પંચ ( Election Commission ) સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી શકે છે. તેથી દેશની તમામ પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. BJP એ આ લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. તેથી આ માટે અન્ય પક્ષોના ચૂંટાયેલા નેતાઓ માટે પાર્ટીના દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ કેટલાક નેતાઓને જવાબદારી સોંપી છે. Gujarat BJP એ પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક તેમજ સહસંયોજક તરીકે નિમણૂંક કરી છે. જેમાં આઈ કે જાડેજાને લોકસભા ચૂંટણીના સંયોજક બનાવાયા છે. જ્યારે સહસંયોજક તરીકે જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ, પ્રદીપ પરમાર અને ભરત આર્યની નિમણૂંક કરાઈ છે.

મહત્વનું છે કે, એક અખબારી યાદી મુજબ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક અને સબસંયોજકના પદે વરણી કરવામાં આવી છે. જે અનુસાર આઈ.કે.જાડેજાને પક્ષમાં પ્રદેશ સંયોજક નિમવામાં આવ્યાં છે, જ્યારે જગદીશ પટેલ, પ્રદિપભાઈ પરમાર, ભરત આર્યને પ્રદેશ સહ સંયોજક તરીકે પસંદ કરાયા છે.

તમને જણાવી દઈએ કે, BJP ની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં યોજાઈ રહી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : AMC : રૂ. 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, રૂ. 25 કરોડના ખર્ચે એલિસબ્રિજનું રિ-ડેવલપમેન્ટ થશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Amit ShahBhupendra PatelBJPCR PatilElection 2024Gujaratgujarat cmJP Naddaloksabha election 2024Narendra Modipm modiPolitics News
Next Article