Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat First Network તમને મતગણતરીની પળેપળની માહિતીથી રાખશે અપડેટ...

Gujarat First Network : આવતીકાલે લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી થઇ રહી છે ત્યારે ચૂંટણી પંચે મતગણતરીની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લીધી છે. મતગણતરી પૂર્વે વિવિધ ન્યૂઝ ચેનલો અને સર્વે એજન્સીઓએ એક્ઝિટ પોલ પણ બહાર પાડ્યા છે ત્યારે દેશની જનતાની પણ...
gujarat first network તમને મતગણતરીની પળેપળની માહિતીથી રાખશે અપડેટ
Advertisement

Gujarat First Network : આવતીકાલે લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી થઇ રહી છે ત્યારે ચૂંટણી પંચે મતગણતરીની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લીધી છે. મતગણતરી પૂર્વે વિવિધ ન્યૂઝ ચેનલો અને સર્વે એજન્સીઓએ એક્ઝિટ પોલ પણ બહાર પાડ્યા છે ત્યારે દેશની જનતાની પણ ઉત્સુક્તા વધી ગઇ છે. દરેકના મનમાં સવાલ એ છે કે મોદી સરકાર રિપીટ થશે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે કે પછી બંને પક્ષોને સરખી બેઠકો મળશે...જો કે તમને મતગણતરીની પળેપળની માહિતી સતત ગુજરાત ફર્સ્ટ નેટવર્ક (Gujarat First Network ) પર મળી રહેશે, ગુજરાત ફર્સ્ટ ચેનલ, ગુજરાત ફર્સ્ટ વેબસાઇટ અને ગુજરાત ફર્સ્ટના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર આપને મતગણતરીની સતત અપડેટ મળતી રહેશે.

અત્યારે ચૌરે ને ચૌટે તથા સોશિયલ મીડિયામાં સતત ચર્ચા છે કે આવતીકાલે સરકાર કોની બનશે

અત્યારે ચૌરે ને ચૌટે તથા સોશિયલ મીડિયામાં સતત ચર્ચા છે કે આવતીકાલે સરકાર કોની બનશે. ક્યો પક્ષ કેટલી બેઠક મળશે તેનો લોકો ક્યાસ લગાવી રહ્યા છે. કઇ વીઆઇપી બેઠક ક્યો પક્ષ જીતે છે તેની પર પણ સૌની નજર છે. એક્ઝિટ પોલ સાચા પડે છે કે કેમ તે વિશે પણ લોકોમાં ઉત્કંઠા છે.

Advertisement

Advertisement

ગુજરાત ફર્સ્ટ નેટવર્ક તમને મતગણતરીની પળેપળની માહિતીથી અપડેટ રાખશે

આવતીકાલે સવારે 8 વાગે દેશભરમાં મતગણતરીનો પ્રારંભ થશે અને 9 વાગ્યા સુધીમાં તો ઘણી બેઠકો પર ક્યા પક્ષનો ઝોક રહ્યો છે તેની માહિતી પણ મળવા લાગશે. જો કે તમારે ચિંતા કરવાની જરુર નથી. ગુજરાત ફર્સ્ટ નેટવર્ક તમને મતગણતરીની પળેપળની માહિતીથી અપડેટ રાખશે. ગુજરાત ફર્સ્ટ નેટવર્કે તમારા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. આવતીકાલે સવારે 6 વાગ્યાથી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ , ગુજરાત ફર્સ્ટ વેબસાઇટ તથા ગુજરાત ફર્સ્ટના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર તમને મતગણતરીની પળેપળની માહિતી મળતી રહેશે. ક્યો ઉમેદવાર આગળ છે કે પાછળ, જે તે રાજકીય પક્ષની ઓફિસો અને કાર્યકરોમાં કેવો ઉત્સાહ છે , ક્યા કેવા પ્રકારની ઉજવણી થઇરહી છે, ક્યો પક્ષ સરકાર બનાવી રહ્યો છે તેવા તમારા મનમાં ઉઠતાં દરેક સવાલોના જવાબ તમને ગુજરાત ફર્સ્ટ નેટવર્ક પર મળી રહેશે.  ગુજરાતની 25 લોકસભા બેઠકની સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણીના પરિણામ પણ તમને જાણવા મળી શકશે.

ઉમેદવારની હાર જીતના કારણો પણ આપને આંગળીના ટેરવે જાણવા મળી શકશે

આ ઉપરાંત તમને દરેક વીઆઇપી સીટની પણ માહિતી સતત મળતી રહેશે જેના પર આખા દેશની નજર રહેલી છે,. ઉપરાંત દરેક બેઠકનું વિશ્લેશણ પણ આપ જાણી શકશો. ઉમેદવારની હાર જીતના કારણો પણ આપને આંગળીના ટેરવે જાણવા મળી શકશે. આ વખતે જીતેલો રાજકીય પક્ષ કેમ વિજેતા બન્યો તેના કારણો પણ જાણવા મળશે તો સાથે સાથે હારી જનારા પક્ષના કારણો પણ તમને સરળતાથી ગુજરાત ફર્સ્ટ નેટવર્ક પણ જાણવા મળી જશે.

તમને અમારી HIND FIRST ,  RAJASTHAN FIRST અને MP FIRST પર પણ મતગણતરીની પળેપળની સતત માહિતી જાણવા મળી શકશે

થઇ જાવ તૈયાર આવતીકાલના પરિણામ જાણવા માટે....

તમારે માત્ર ગુજરાત ફર્સ્ટ ના સોશિયલ મીડિયા હેન્ડલ પર અને ગુજરાત ફર્સ્ટ વેબસાઇટ અને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલને તમારા મોબાઇલમાં અને તમારા ટીવી સ્ક્રીનને ઓન રાખવાનું છે. તમે વિચારશો તે બેઠક વિશે તમે માહિતી મેળવી શકશો. તો થઇ જાવ તૈયાર આવતીકાલના પરિણામ જાણવા માટે....

આ પણ વાંચો----- Exit Poll : જે સવાલ કરે છે તે અમારા ટ્રેક રેકોર્ડ પર એક નજર નાખે

Tags :
Advertisement

.

×