ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar લોકસભા બેઠક પર ભરેલા નારિયેળ જેવી સ્થિતી

Jamnagar : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેષણ કરી રહ્યું છે. સૌરાષ્ટ્રની અગત્યની ગણાતી...
03:00 PM May 08, 2024 IST | Vipul Pandya
Jamnagar : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેષણ કરી રહ્યું છે. સૌરાષ્ટ્રની અગત્યની ગણાતી...
JAMNAGAR LOKSABHA

Jamnagar : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેષણ કરી રહ્યું છે. સૌરાષ્ટ્રની અગત્યની ગણાતી જામનગર (Jamnagar) લોકસભા બેઠક પર ભરેલા નારિયેળ જેવી સ્થિતી જોવા મળી રહી છે.

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પૂનમબેન માડમ જીતશે?

જામનગર લોકસભા બેઠક પર ભરેલા નારિયેળ જેવી સ્થિતી એટલા માટે કહી શકાય કે જામનગર લોકસભા બેઠક પર 57.17 ટકા મતદાન થયું છે અને તેથી જ ચર્ચા થઇ રહી છે કે જામનગરનો સાંસદ કોણ બનશે કારણ કે આ વખતે ક્ષત્રિય આંદોલનની અસર હેઠળ લોકસભા ચૂંટણી યોજાઇ હતી અને ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પૂનમબેન માડમ જીતશે? તેવો સવાલ પુછાઇ રહ્યો છે.

ક્ષત્રિય આંદોલન જામનગરમાં કેટલું કરશે અસર?

ક્ષત્રિય આંદોલનની અસરના કારણે કોંગ્રેસના જે.પી.મારવિયા જીત હાંસલ કરી શકશે તેવો સવાલ પુછાઇ રહ્યો છે. ક્ષત્રિય આંદોલન જામનગરમાં કેટલું કરશે અસર? તેવી ચર્ચા ગુજરાતભરમાં થઇ રહી છે ત્યારે જામનગરમાં કેટલી અસર થશે અને ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરવામાં કેટલું સફળ રહ્યું છે તેની પણ વ્યાપક ચર્ચા થઇ રહી છે.

જે.પી.મારવિયાની છેક સુધી ટક્કર જોવા મળી

જામનગરના ક્ષત્રિય-પાટીદાર વિસ્તારમાં બમ્પર વોટિંગ થયું છે. ક્ષત્રિય-પાટીદાર વિસ્તારમાં બમ્પર વોટિંગથી ભાજપની ચિંતા વધી ગઇ છે. ગત 5 ચૂંટણી કરતા જામનગરમાં મતદાન ઓછુ થયું છે . જામનગર ગ્રામ્યમાં 60 ટકાથી વધુ મતદાન કોને ફળશે?
કોંગ્રેસના નવોદિત જે.પી.મારવિયાની છેક સુધી ટક્કર જોવા મળી રહી છે.

ભાજપના ક્ષત્રિય-પાટીદાર નેતાઓની રાજકીય રમત કોને ફળશે?

ખાસ કરીને ઔધોગિક વિસ્તારમાં ભાજપની જ આંતરિક જૂથબંધીની અસર કેવી રહે છે તેના પર પણ સૌની મીટ મંડાઇ છે.
ભાજપના ક્ષત્રિય-પાટીદાર નેતાઓની રાજકીય રમત કોને ફળશે?

કોંગ્રેસની જીતનો આધાર ત્રણ બેઠકો પર

ભાજપ પણ હવે નાની માર્જીનથી જીતશું તેમ કહી રહ્યું છે. આહિરોના વિસ્તારમાં વધારે વોટિંગ થયું નથી. તો લેઉઆ વિસ્તારમાં વધારે મતદાન થયું છે. જામનગરના વરિષ્ઠ પત્રકાર ડોલરભાઇ રાવલે કહ્યું કે પાટીદાર સમાજના અઢી લાખ કરતાં મત હતા તેમાં 70 ટકા કરતાં વધુ મતદાન થયું છે. જ્યારે ક્ષત્રિયના 1.30 લાખ મત હતા તેમાં ભાજપ વિરુદ્ધ મતદાન થયું હોઇ શકે. કોંગ્રેસની જીત નો આધાર ત્રણ બેઠકો પર છે. લેઉઆ પટેલ માં વધારે મતદાન થયું છે. ક્ષત્રિય સમાજના મતદારોમાં 70 ટકા વધુ મતો કોંગ્રેસમાં ગયા હોઇ શકે છે.

આ પણ વાંચો----- Banaskantha : ઊંચા મતદાનથી બનાસકાંઠામાં કોને મળશે સત્તાનું સુકાન?

આ પણ વાંચો---- Dahod : બોગસ વોટિંગનું સો. મીડિયા પર LIVE કરી BJP નેતા પુત્રે કહ્યું- EVM મારા બાપનું છે…!

Tags :
BJPCongressGujaratGujarat FirstJ.P.MARVIYAJamnagarJamnagar Lok Sabha seatPONAMBEN MADAM
Next Article