ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Karnataka ના ડેપ્યુટી CM એ Congress ના કાઉન્સિલરને જાહેરમાં થપ્પડ મારી, ભાજપે શેર કર્યો Video

કર્ણાટક (Karnataka)ના ડેપ્યુટી CM ડીકે શિવકુમાર (D. K. Shivakumar) વિવાદમાં ફસાયા છે. હકીકતમાં, તેણે Congress ના કાઉન્સિલરને જાહેરમાં થપ્પડ મારી હતી, જેનો વીડિયો ભાજપે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હવે શિવકુમાર (D. K. Shivakumar) સાથે જોડાયેલા આ મામલાની રાજકીય...
08:57 AM May 06, 2024 IST | Dhruv Parmar
કર્ણાટક (Karnataka)ના ડેપ્યુટી CM ડીકે શિવકુમાર (D. K. Shivakumar) વિવાદમાં ફસાયા છે. હકીકતમાં, તેણે Congress ના કાઉન્સિલરને જાહેરમાં થપ્પડ મારી હતી, જેનો વીડિયો ભાજપે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હવે શિવકુમાર (D. K. Shivakumar) સાથે જોડાયેલા આ મામલાની રાજકીય...

કર્ણાટક (Karnataka)ના ડેપ્યુટી CM ડીકે શિવકુમાર (D. K. Shivakumar) વિવાદમાં ફસાયા છે. હકીકતમાં, તેણે Congress ના કાઉન્સિલરને જાહેરમાં થપ્પડ મારી હતી, જેનો વીડિયો ભાજપે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હવે શિવકુમાર (D. K. Shivakumar) સાથે જોડાયેલા આ મામલાની રાજકીય વર્તુળોમાં ટીકા થઈ રહી છે.

શું છે સમગ્ર મામલો?

કર્ણાટક (Karnataka)ના ડેપ્યુટી CM ડીકે શિવકુમાર (D. K. Shivakumar)નો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ Congress ના કાઉન્સિલરને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. ભાજપે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે ડીકે શિવકુમાર (D. K. Shivakumar) એક વ્યક્તિને થપ્પડ મારે છે જે તેમની બાજુમાં નારા લગાવી રહ્યો હતો, ત્યારબાદ ડેપ્યુટી CM ની સુરક્ષા માટે તૈનાત પોલીસ તે વ્યક્તિને પાછળ ધકેલી દે છે.

BJP ની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ મામલો કર્ણાટક (Karnataka)ના હાવેરીના ધારવાડના સાવનુર શહેરનો છે. ડીકે શિવકુમાર (D. K. Shivakumar) અહીં Congress ના ઉમેદવારના પ્રચાર માટે આવ્યા હતા. આ દરમિયાન લોકો ડીકેના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. શિવકુમાર કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ સ્થાનિક કાઉન્સિલર અલાઉદ્દીન મણિયારે તેમના ખભા પર હાથ મૂક્યો. આનાથી ડેપ્યુટી CM એટલા નારાજ થયા કે તેમને જોરદાર થપ્પડ મારી દીધી.

કોણ છે શિવકુમાર?

કર્ણાટક (Karnataka) વિધાનસભા ચૂંટણીમાં Congress નો જંગી વિજય થયો હતો. આ જીતનો શ્રેય પ્રદેશ Congress અધ્યક્ષ ડીકે શિવકુમાર (D. K. Shivakumar)ને જાય છે. સૌથી પહેલા તેમને પૂર્વ CM સિદ્ધારમૈયા સામે CM પદની રેસમાં મુખ્ય ચહેરો માનવામાં આવી રહ્યો છે. જોકે, બાદમાં તેમને ડેપ્યુટી CM નું પદ આપવામાં આવ્યું હતું. તેમનો જન્મ 15 મે 1962 ના રોજ થયો હતો. તેમનું આખું નામ ડોદ્દલહલ્લી કેમ્પેગૌડા શિવકુમાર છે.

ડીકે શિવકુમાર કર્ણાટક (Karnataka)માં વોક્કાલિગા જાતિનો એક અગ્રણી ચહેરો છે અને રાજ્યના સૌથી ધનિક નેતાઓમાંના એક છે. તેઓ આઠ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને Congress તેમને મુશ્કેલી નિવારક તરીકે જુએ છે. પ્રિયંકા ગાંધી પણ તેમનું પોલિટિકલ મેનેજમેન્ટ ખૂબ પસંદ કરે છે. આ વખતે પણ શિવકુમારે તેમની રાજકીય કુશળતાના કારણે Congress ને જીત અપાવી, જેના કારણે કર્ણાટક (Karnataka) Congress માં તેમનું કદ ઊંચું થયું છે.

આ પણ વાંચો : Ayodhya : PM મોદી પહોંચ્યા ભગવાન રામલલાની શરણે, યોજ્યો ભવ્ય રોડ શો

આ પણ વાંચો : UP : અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર અડધો ડઝનથી વધુ વાહનોમાં તોડફોડ, BJP પર આરોપ

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : 7 મેના રોજ ગુજરાતની 25 સહીત 12 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન, જાણો સમગ્ર માહિતી…

Tags :
BJPDK ShivakumarDK Shivakumar slaps Congress councilorGujarati NewsIndiaKarnataka Deputy CMNationalviral video
Next Article