Lok Sabha Election Result 2024 : મોદી નહીં પણ નીતિશ કુમાર બનશે PM? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા
Lok Sabha Election Result 2024 : અબ કી બાર 400 પાર ના નારા સાથે લોકસભા ચૂંટણીની શરૂઆત કરતી ભાજપ માટે હવે બહુમતીનો આંકડો સ્પર્શ કરવો પણ મુશ્કીલ દેખાઇ રહ્યું છે. તાજેતરમાં જે પ્રમાણે ચિત્ર દેખાઇ રહ્યું છે તે મુજબ ભાજપ બહુમતીથી દૂર છે પણ તેમનું NDA ગઠબંધન પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે તેવી લાગી રહ્યું છે. આ વચ્ચે હવે NDA ના સહયોગી નીતિશ કુમારની પાર્ટી JDU અને ચંદ્રબાબુ નાયડુની TDP પર નિર્ભરતા વધી ગઇ છે. આ જીતથી ઉત્સાહિત JDU MLC ખાલિદ અનવરે મોટું નિવેદન આપ્યું છે.
JDU દ્વારા દબાણની રાજનીતિ શરૂ
લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો જેમ જેમ સામે આવી રહ્યા છે તેમ તેમ સ્થિતિ સ્પષ્ટ થઇ રહી છે કે કઇ પાર્ટીને કેટલી બેઠકોમાં જીત મળી છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં સીટો છે જ્યા NDA ને મોટો ફટકો પડ્યો છે જ્યા INDIA ગઠબંધનને 43 બેઠકો તો NDA ને 36 બેઠકો પર જીત મળતી જોવા મળી રહી છે. બીજી તરફ બિહારની જો વાત કરીએ તો અહી પરિણામો લગભગ સામે આવી ગયા છે. જે મુજબ NDA 30 બેઠકો પર જીત્યું છે જ્યારે INDIA ગઠબંધન 9 બેઠકો પર જીત્યું છે. દરમિયાન JDU દ્વારા દબાણની રાજનીતિ શરૂ કરવામાં આવી છે. નીતિશના MLC ખાલિદ અનવરે મોટું નિવેદન આપ્યું છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે દેશના આગામી વડાપ્રધાન કોણ હશે તો તેમણે જવાબ આપ્યો કે બિહારના 13 કરોડ લોકો ઈચ્છે છે કે નીતિશ કુમાર દેશનો ચહેરો બને. જો આજે બિહારમાં NDA 30-32 બેઠકો જીતવામાં સફળ રહી છે તો તે નીતિશ કુમારના કારણે છે. જો કે, PM મોદી પહેલાથી જ NDA નો ચહેરો છે અને હવે શું કરવું તે નક્કી કરવાનું NDA ગઠબંધન નક્કી કરશે.
VIDEO | Lok Sabha Election Results 2024: “The 13 crore people of Bihar want Nitish Kumar to become the country's face. If the NDA is able to win 30-32 seats in Bihar today, it is because of Nitish Kumar. However, PM Modi is already the face of the NDA and now the alliance… pic.twitter.com/9WNwA9AsLm
— Press Trust of India (@PTI_News) June 4, 2024
JDU MLC એ NDA માટે મુશ્કેલી ઊભી કરી
જોકે, આમ કહીને JDU MLC એ NDA માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે કારણ કે વડાપ્રધાનનો ચહેરો નરેન્દ્ર મોદી છે અને NDA તેમના ચહેરા પર ચૂંટણી લડી છે. હવે બિહારમાં જીત સાથે JDUની નજરમાં નીતીશ કુમારનું મહત્વ ઘણું વધી ગયું છે. જણાવી દઇએ કે, સવારે જ્યારે વલણોએ બતાવ્યું કે NDA નબળી પડી રહી છે, ત્યારે નીતિશ કુમારના નામની ગુંજ ઝડપથી સંભળાવા લાગી. INDIA ના ગઠબંધનના પ્રવક્તાએ તેમને શાફ્ટ કોર્નર બતાવવાનું શરૂ કર્યું. એવા સમાચાર પણ આવ્યા કે શરદ પવારે તેમની સાથે વાત કરી અને તેમને ડેપ્યુટી PM પદની ઓફર કરી. જોકે, NCP સુપ્રીમોએ પોતે આ દાવાઓને ફગાવી દીધા હતા.
NDA 300 પહેલા જ અટકી
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધીના પ્રવાહો અને પરિણામો મુજબ NDA 300 પહેલા જ અટકી ગઈ છે. ઉત્તર પ્રદેશ અને બંગાળમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વળી, મહારાષ્ટ્રમાં પણ અપેક્ષા કરતા ઓછી બેઠકો જોવા મળી રહી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં, ભાજપની આગેવાની હેઠળના NDAએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દિલ્હીમાં સત્તા પર તેની પકડ જાળવી રાખી હતી અને આ વખતે ગઠબંધન 400 સીટોના આંકને પાર કરવા પર તેની નજર નક્કી કરી હતી. વળી, કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 10 વર્ષ પછી કેન્દ્રમાં સત્તામાં પાછા ફરવાની આશા છે.
આ પણ વાંચો - Lok Sabha Election Result 2024 : ભાજપના દિગ્ગજ નેતાએ PM મોદીને ગણાવ્યા તાનાશાહ
આ પણ વાંચો - Lok Sabha Election Result 2024 : UP માં ભાજપને વધુ એક ઝટકો, મેનકા ગાંધી હાર્યા