Lok Sabha Election Result 2024 : ભાજપના દિગ્ગજ નેતાએ PM મોદીને ગણાવ્યા તાનાશાહ
Lok Sabha Election Result 2024 : ગઈકાલે એક્ઝિટ પોલ (Exit Polls) માં 300 થી વધુ બેઠકો ભાજપ (BJP) જીતી રહી હોય તેવું બતાવવામાં આવ્યું હતું. પરંતુ જે પ્રમાણે આજે પરિણામ (Result) સામે આવી રહ્યા છે તો જોતા ભાજપ બહુમતીનો આંકડો (Majority Figure) પણ નહીં મેળવી શકે તેવી પરિસ્થિતિ બની હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં મહત્તમ બેઠકો જીતવામાં તે આગળ હોવા છતાં બહુમતીના આંકડાથી સરકી જતી જોવા મળી રહી છે. આંકડાઓમાં ભાજપ (BJP) પાછળ ચાલી રહ્યું છે તે જોતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને અર્થશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ આ સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ પાર્ટીને અરીસો બતાવવાનું કામ કર્યું છે. શું કહ્યું તેમણે આવો જાણીએ આ આર્ટિકલમાં...
ભાજપે મારી સલાહ ન માની અને જુઓ...: સુબ્રમણ્યમ સ્વામી
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 303 બેઠકો જીતનાર ભાજપ હાલમાં માત્ર 243 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે તેની આગેવાની હેઠળનું ગઠબંધન મુશ્કેલીથી માત્ર 290 બેઠકો સુધી પહોંચે તેવું લાગી રહ્યું છે, જ્યારે તમામ એક્ઝિટ પોલમાં તેનો આંકડો 400ને પાર કરવાનો વિશ્વાસ દર્શાવવામાં આવ્યો હતો. હવે આ આંકડાઓ ભાજપ માટે માથાનો દુખાવો બન્યા જ છે ત્યા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી કઇંક એવું ટ્વીટ કર્યું છે જે ચર્ચામાં આવી ગયું છે. તેમણે પોતાના ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાનાશાહ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે મારી અપેક્ષા હતી કે ભાજપ માત્ર 220 બેઠકો જીતશે અને તેઓ 237 પર છે, જે મારા અંદાજની ખૂબ નજીક છે. તેમણે ટ્વીટ કર્યું, 'મારું અનુમાન હતું કે ભાજપ 220 બેઠકો જીતશે, તે એક ઓછો અંદાજ હતો, જે 237 સાથે સત્યની ખૂબ નજીક છે. જો ભાજપે મારી સલાહનું પાલન કર્યું હોત તો તે 300 બેઠકો જીતી શકી હોત. કમનસીબે, મોદીની તાનાશાહી માનસિકતાએ ભાજપને એવા પાતાળમાં ધકેલી દીધો છે જ્યાંથી હવે તેને બહાર કાઢવી પડશે.
My estimate of 220 for BJP a low estimate has turned to be very close to the truth of 237. Had the BJP followed the suggestions I had made then BJP could achieved 300. Unfortunately, the dictatorial mindset of Modi has put BJP in a ditch from which it has to now climb out.
— Subramanian Swamy (@Swamy39) June 4, 2024
ભાજપ બહુમતીના આંકડાથી હજુ પણ દૂર
લોકસભા ચૂંટણી 2024 ના પરિણામોએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. ચૂંટણીની મતગણતરી પહેલા જ એવું લાગતું હતું કે ભાજપની આગેવાની હેઠળની NDA (National Democratic Alliance) 400 સીટોને પાર કરી રહી છે પરંતુ હવે તે 272ના જાદુઈ બહુમતીના આંકડાને પાર ભાગ્યે જ દેખાઈ રહી છે. ભાજપને સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશથી લાગ્યો છે. 80 બેઠકોના આ રાજ્યમાંથી 60થી વધુ બેઠકો જીતવાની આશા હતી, પરંતુ હવે તે માત્ર 35 બેઠકો પર જ આગળ જોવા મળી રહી છે. તેને બીજો મોટો ફટકો પશ્ચિમ બંગાળથી લાગ્યો છે, જ્યાંથી ગત વખતે તેને 18 બેઠકો મળી હતી પરંતુ અત્યાર સુધી તે માત્ર 10 બેઠકો પર જ આગળ છે.
આ પણ વાંચો - Lok Sabha Election Result 2024 : UP માં ભાજપને વધુ એક ઝટકો, મેનકા ગાંધી હાર્યા
આ પણ વાંચો - Lok Sabha Election Result 2024 : PM મોદીએ કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 1.5 લાખ મતોથી હરાવ્યા