Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Madhya Pradesh : કોણ છે MP ના નવા ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લા, 2003 માં પ્રથમ વખત જીત્યા હતા ચૂંટણી...

મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર અટકળોને ફગાવી દીધી છે અને સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકે આશ્ચર્યજનક નામોની જાહેરાત કરી છે. મોહન યાદવને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવ્યા છે, જ્યારે જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લા ડેપ્યુટી સીએમ તરીકે તેમની જવાબદારીઓ...
madhya pradesh   કોણ છે mp ના નવા ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લા  2003 માં પ્રથમ વખત જીત્યા હતા ચૂંટણી
Advertisement

મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર અટકળોને ફગાવી દીધી છે અને સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકે આશ્ચર્યજનક નામોની જાહેરાત કરી છે. મોહન યાદવને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવ્યા છે, જ્યારે જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લા ડેપ્યુટી સીએમ તરીકે તેમની જવાબદારીઓ સંભાળશે. રાજેન્દ્ર શુક્લાની વાત કરીએ તો તેઓ રીવા જિલ્લાના છે. મધ્યપ્રદેશની રાજનીતિમાં ખાસ્સો દબદબો ધરાવતા રાજેન્દ્ર શુક્લા જ્યારે પણ ચૂંટણી જીત્યા છે ત્યારે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે. વિંધ્ય ક્ષેત્રમાં મજબૂત પ્રભાવ ધરાવતા શુક્લાને હવે ડેપ્યુટી સીએમની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

2003માં પ્રથમ ચૂંટણી જીત્યા, મંત્રી બન્યા

ડેપ્યુટી સીએમ બનાવતા પહેલા શુક્લા મધ્યપ્રદેશ સરકારમાં ચાર વખત કેબિનેટ મંત્રી પદ સંભાળી ચુક્યા છે. રીવા પ્રદેશના શુક્લા 2003 માં પહેલીવાર ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. આ પછી તેને ક્યારેય હારનો સામનો કરવો પડ્યો નથી. અત્યાર સુધી તેઓ પાંચ વખત ધારાસભ્યની ચૂંટણી જીતી ચૂક્યા છે. સૌથી પહેલા ઉમા ભારતી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા. શુક્લાએ તેમની પ્રથમ ચૂંટણી રેકોર્ડ મતોથી જીતી હતી. આ પછી, તેમને ઉમા ભારતીની સરકારમાં પર્યાવરણ રાજ્ય મંત્રીનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો.

Advertisement

ભાજપે અનેક સમીકરણો ઉકેલવાનો પ્રયાસ કર્યો છે

આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં ભાજપે સીએમ, ડેપ્યુટી સીએમ અને સ્પીકરના નામની જાહેરાત કરતી વખતે જાતિ અને પ્રાદેશિક સમીકરણોને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ભાજપે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે રાજ્યમાં નેતૃત્વને લઈને લાંબાગાળાની યોજનાઓ બનાવી રહી છે. આ ક્રમમાં નવા ચહેરાઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે. તે જ સમયે, નરેન્દ્ર તોમરને વિધાનસભાના અધ્યક્ષ બનાવીને, ભાજપે યુવાનોના ઉત્સાહ અને અનુભવનો ઉપયોગ કરવાનો પ્રયાસ પણ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો : Madhya Pradesh : જાણો કોણ છે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી, જે ત્રણ વખત બની ચૂક્યા છે MLA…

Tags :
Advertisement

.

×