ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Election : જીવનની પહેલી ચૂંટણી જ્યાંથી લડ્યા ત્યાંથી PM પ્રચારના કરશે શ્રીગણેશ

Election : રાજ્યમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સજ્જ થઇ રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી (Election )માં ગુજરાતને ગજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચારની પણ પુરજોશમાં તૈયારીઓ થઇ રહી...
07:42 PM Apr 10, 2024 IST | Vipul Pandya
Election : રાજ્યમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સજ્જ થઇ રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી (Election )માં ગુજરાતને ગજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચારની પણ પુરજોશમાં તૈયારીઓ થઇ રહી...
NARENDRA MODI

Election : રાજ્યમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સજ્જ થઇ રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી (Election )માં ગુજરાતને ગજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચારની પણ પુરજોશમાં તૈયારીઓ થઇ રહી છે. રાજ્યના ચારેય ઝોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( NARENDRA MODI) ની સભા યોજવાની તૈયારીઓ ભાજપ દ્વારા શરુ કરી દેવાઇ છે.

બૂથ લેવલ સુધીના સંમેલન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરીથી ત્રીજી વાર સરકાર રચવાના મોકા સાથે ભાજપ દ્વારા આક્રમક પ્રચાર શરુ કરી દેવાયો છે. ભાજપ દ્વારા અબ કી બાર 400 પારનું સુત્ર આપવામાં આવ્યું છે અને આ ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથેની ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાતમાં તમામ 26 બેઠક 5 લાખની લીડ સાથે જીતવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બૂથ લેવલ સુધીના સંમેલન પણ યોજી રહ્યા છે.

રાજ્યના ચારેય ઝોનમાં વડાપ્રધાન મોદીની પ્રચારસભા

લોકસભા ચૂંટણી પૂર્વે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં વડાપ્રધાન મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. રાજ્યના ચારેય ઝોનમાં વડાપ્રધાન મોદીની પ્રચારસભા યોજવા માટેની ભાજપ દ્વારા તૈયારીઓ કરી લેવાઇ છે. પીએમ મોદીની જાહેરસભા સંભવિતપણે સૌરાષ્ટ્ર-કચ્છ, દ.ગુજરાતમાં યોજાશે.

વડાપ્રધાન મોદી રાજ્યમાં સૌરાષ્ટ્રથી પ્રચારનો પ્રારંભ કરી શકે

ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વડાપ્રધાનની જાહેરસભા યોજવા માટેની તૈયારી કરી લેવાઇ છે. આગામી સમયમાં રાજ્યમાં ચાર કે તેથી વધુ સભા વડાપ્રધાન મોદી સંબોધી શકે છે. વડાપ્રધાન મોદી રાજ્યમાં સૌરાષ્ટ્રથી પ્રચારનો પ્રારંભ કરી શકે છે.

વડાપ્રધાન મોદીની આગામી 22મી એપ્રિલે રાજકોટમાં વિશાળ જાહેરસભા યોજાઇ શકે

મનાઇ રહ્યું છે કે વડાપ્રધાન મોદીની આગામી 22મી એપ્રિલે રાજકોટમાં વિશાળ જાહેરસભા યોજાઇ શકે છે. ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાને ભાજપે રાજકોટ લોકસભા બેઠક માટે ટિકિટ આપી છે અને પરશોત્તમ રુપાલા આગામી 16 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ધારાસભ્ય તરીકેની પોતાની પહેલી ચૂંટણી રાજકોટ સીટ પરથી લડ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા.

આ પણ વાંચો----- મધુ શ્રીવાસ્તવનો કોંગ્રેસ વિરુદ્ધ બફાટ, જુઓ Video

આ પણ વાંચો---- Vellore : તમિલ સ્ટાઈલમાં જોવા મળ્યા PM, કહ્યું- ‘તમિલનાડુના લોકો ચૂંટણીમાં DMK ના પાપોનો હિસાબ કરશે…’

આ પણ વાંચો---- PM In Uttar Pradesh : પીલીભીતમાં PM મોદીની રેલી, કહ્યું- ‘વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે…’

Tags :
BJPGujarat BJPGujarat FirstLok Sabha ElectionsLok Sabha elections 2024Narendra Modipm modiRAJKOTRAJKOT LOKSABHA SEATSaurashtra
Next Article