ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat BJP : ઉમેદવારો સામે ઉઠ્યો વિરોધ વંટોળ

Gujarat BJP : ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠક જીતવા માટે ભાજપ (Gujarat BJP) રણનીતિ તૈયાર કરી રહ્યું છે ત્યારે ત્રણ લોકસભા બેઠકો પર ફરીથી અસંતોષ ઉભો થતાં ભાજપમાં ઘમાસાણની સ્થિતિ સર્જાઇ છે. શિસ્તબદ્ધ પાર્ટીમાં ઉઠ્યો વિરોધ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી ભાજપમાં...
09:00 PM Mar 26, 2024 IST | Vipul Pandya
Gujarat BJP : ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠક જીતવા માટે ભાજપ (Gujarat BJP) રણનીતિ તૈયાર કરી રહ્યું છે ત્યારે ત્રણ લોકસભા બેઠકો પર ફરીથી અસંતોષ ઉભો થતાં ભાજપમાં ઘમાસાણની સ્થિતિ સર્જાઇ છે. શિસ્તબદ્ધ પાર્ટીમાં ઉઠ્યો વિરોધ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી ભાજપમાં...
Resentment against newly announced candidates on Sabarkantha, Vadodara and Valsad seats

Gujarat BJP : ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠક જીતવા માટે ભાજપ (Gujarat BJP) રણનીતિ તૈયાર કરી રહ્યું છે ત્યારે ત્રણ લોકસભા બેઠકો પર ફરીથી અસંતોષ ઉભો થતાં ભાજપમાં ઘમાસાણની સ્થિતિ સર્જાઇ છે.

શિસ્તબદ્ધ પાર્ટીમાં ઉઠ્યો વિરોધ

શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી ભાજપમાં લોકસભા ચૂંટણીમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અગાઉ વડોદરા અને સાબરકાંઠામાં વ્યાપક અસંતોષ જોતાં ભાજપને ઉમેદવાર બદલવા પડ્યા હતા પણ હવે આ બંને બેઠકો પર ફરીથી ઉમેદવાર સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.

સાબરકાંઠામાં ઉકળતો ચરુ

સાબરકાંઠા, વડોદરા અને વલસાડ બેઠક પર નવા જાહેર થયેલા ઉમેદવારો સામે નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા ભાજપમાં તો આજે ઉકળતો ચરુ જોવા મળ્યો હતો. ભીખાજી ઠાકોરના સમર્થનમાં આજે અઢી હજારથી વધુ કાર્યકરો અને લોકો હિંમતનગર ભાજપ કમલમ ખાતે ધસી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. કાર્યકરોએ આરોપ લગાવ્યો કે ભાજપે કોંગ્રેસના આયાતી પૂર્વ ધારાસભ્યની પત્નીને ટિકિટ આપી છે. કાર્યકર્તાઓએ ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા માગ કરી હતી. ઉમેદવાર ભાજપના કાર્યકર્તા ન હોવા છતા ટિકિટ આપતા અરવલ્લીમાં ભાજપના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો હતો. 2500 થી વધુ લોકો ભીખાજીના સમર્થનમાં આવ્યા હતા અને મેઘરજથી મોડાસા જિલ્લા ભાજપ કાર્યાલયમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. ભીખાજીના હજારો સમર્થકોએ મોડાસા કમલમનો ઘેરાવ કર્યો હતો. અઢી કલાકના સતત વિરોધ બાદ કમલમથી કાર્યકરો નીકળ્યા હતા. બે હજાર ઉપરાંત કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હતા.

ભીખાજી મારા મોટાભાઈ સમાન

જો કે વિરોધ બાદ ગુજરાત ફર્સ્ટ પર શોભના બારૈયાએ પ્રતિક્રિયા આપી હતી કે આયાતી ઉમેદવાર જેવું કંઈ નથી. ભાજપમાં અમે નિષ્ઠાથી કામ કરીએ છીએ. જે નારાજ છે તેમને મનાવીને સાથે રાખીને ચાલીશું અને કોઈ મોટો અસંતોષ મને જણાતો નથી. શોભના બારૈયાએ કહ્યું કે હું ચૂંટણી લડીશ અને પાંચ લાખથી વધુ મતની લીડથી જીતીશ. ભીખાજી મારો વિરોધ કરી જ નથી રહ્યા. ભીખાજી મારા મોટાભાઈ સમાન છે.

વડ઼ોદરામાં વોટસએપ ગૃપમાં વિરોધ

બીજી તરફ વડોદરામાં રંજનબેન ભટ્ટના સ્થાને ડો.હેમાંગ જોશીને ટિકિટ અપાઇ હતી. જેનો સાવલ પંથકમાં વિરોધ જોવા મળ્યો હતો. સાવલી અને ભાદરવા મતવિસ્તારના કાર્યકરો વોટસએપ ગૃપમાં વિરોધ કરતા જોવા મળ્યા હતા અને તેમની ચેટ પણ વાયરલ થઇ હતી.
વોટ્સઅપ ગ્રૂપમાં હેમાંગ જોષી સામે કાર્યકરોએ બાળાપો ઠાલવ્યો હતો.

વલસાડમાં ઉમેદવાર ધવલ પટેલને બદલવા માગ

ઉપરાંત વલસાડમાં ઉમેદવાર ધવલ પટેલને બદલવા માગ ઉઠી રહી છે અને ધવલ પટેલને બદલવાની માગ સાથેનું પોસ્ટર વાયરલ થયું હતું. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર રાજકારણ ગરમ થઈ ગયું છે.અહીં પત્રિકા વાયરલ થઈ છે..જેમાં ધવલ પટેલને ઉમેદવાર બનાવાના નિર્ણયનો ભાજપના જ કાર્યકર્તાઓ આગેવાનો અંદરખાને વિરોધ કરતા હોવાનો દાવો પત્રિકામાં કરવામાં આવ્યો છે. ઉમેદવાર બદલાવાની માગ કરતો લેટર પણ વાયરલ થયો છે ત્યારે આ મામલે ભાજપના ઉમેદવાર ધવલ પટેલે દાવો કર્યો કે, આ કોંગ્રેસનું ષડયંત્ર છે અને જણાવ્યું કે, કોંગ્રેસ હારી રહી હોવાથી આ પ્રકારની પ્રવૃતિ કરે છે...

આ પણ વાંચો---- VADODARA BJP : લો..હવે વડોદરામાં પણ શરુ થઇ મોકાણ

આ પણ વાંચો--- BJP : સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો ઉગ્ર વિરોધ, ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા કરાઇ માંગ

આ પણ વાંચો---- લોકસભા ચૂંટણી પૂર્વે જાણો ક્યાં શરૂ થઈ Poster War

Tags :
Gujarat BJPloksabha election 2024ResentmentSabarkantha LOKSABHA SEATVADODARA LOKSABHA SEATValsad LOKSABHA seat
Next Article