ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Social Media : પરશોત્તમ રુપાલાના સમર્થનમાં વીડિયો વાયરલ

Social Media : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala)એ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભાજપે પણ આજે સત્તાવાર રીતે કહ્યું હતું કે પરશોત્તમ રુપાલા જ ભાજપના ઉમેદવાર છે. સમગ્ર...
06:15 PM Apr 01, 2024 IST | Vipul Pandya
Social Media : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala)એ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભાજપે પણ આજે સત્તાવાર રીતે કહ્યું હતું કે પરશોત્તમ રુપાલા જ ભાજપના ઉમેદવાર છે. સમગ્ર...
parshottam rupala viral vedio

Social Media : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala)એ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભાજપે પણ આજે સત્તાવાર રીતે કહ્યું હતું કે પરશોત્તમ રુપાલા જ ભાજપના ઉમેદવાર છે. સમગ્ર બનાવમાં ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે એક વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થયો છે જેમાં જણાવાયું છે કે શું ખરેખર પરશોત્તમ રૂપાલાનો વિરોધ છે? લેભાગુઓના પ્યાદા બની સમાજને ગેરમાર્ગે દોરે છે તેવા પણ વીડિયોમાં સવાલ કરાયા છે.

રુપાલાએ સમાજની બે હાથ જોડીને માફી માગી હતી

પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે પરશોત્તમ રુપાલાએ વીડિયો મારફતે માફી માગ્યા પછી ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના ફાર્મહાઉસમાં યોજાયેલી સભામાં પણ તેમણે સમાજની બે હાથ જોડીને માફી માગી હતી. આ સભામાં હાજર રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકોએ પણ તેમને માફી આપી હતી છતાં હજું પણ ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો અને રુપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી.

રુપાલા જ ભાજપના ઉમેદવાર

રુપાલા સામે વિરોધ હોવા છતાં સોમવારે ભાજપે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર રીતે કહ્યું હતું કે રુપાલા જ ભાજપના ઉમેદવાર છે અને હવે આ વાત પર પૂર્ણવિરામ આવે છે. સૌરષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે ઉમેદવાર બદલવાની વાત માત્ર અફવા છે. રુપાલાના પ્રચાર પ્રસારના તમામ કામો ચાલું જ છે. તેમણે કહ્યું કે રુપાલાને બદલવાની વાતમાં કોઇ તથ્ય નથી અને પક્ષ આ બધી વાતોને બદલવાની વાતોનું ખડન કરે છે.

ક્ષત્રિય હોવા છતાં કોઈનું મહોરું બની ગયા છે

હવે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. શું ખરેખર પરશોત્તમ રૂપાલાનો વિરોધ છે?" તેવા સવાલ સાથે વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સવાલ કરાયો છે કે લેભાગુઓના પ્યાદા બની સમાજને ગેરમાર્ગે દોરે છે. ક્ષત્રિય હોવા છતાં કોઈનું મહોરું બની ગયા છે તેવો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે અને ક્ષત્રિય સમાજ સમજદાર છે અને રૂપાલાની સાથે જ છે તેવો પણ વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો---- Rajkot Lok Sabha : પરશોત્તમ રુપાલા જ ભાજપના ઉમેદવાર..ભાજપની મહોર

આ પણ વાંચો---- BHAVNAGAR : રૂપાલા મામલે યુવરાજ જયવિરરાજસિંહે કહ્યું, “વ્યક્તિના શબ્દો તેના સંસ્કાર બહાર લાવે, હું ભુલીશ નહી”

Tags :
GujaratGujarat FirstKshatriya communityloksabha election 2024Parshottam Rupalarajkot loksabha electionSocial Mediaviral vedio
Next Article