Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Yuvraj : આપની બુદ્ધિ કંટ્રોલમાં હોવી જોઇએ અને જબાન પર લગામ હોવી જોઇએ

Yuvraj : ભાવનગરના ઇન્ડી ગઠબંધન અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદાસ્પદ ઉચ્ચારણો અંગે ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયો છે. રાજ્યમાં વારંવાર ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે અને તેના કારણે ક્ષત્રિય સમાજમાં...
yuvraj   આપની બુદ્ધિ કંટ્રોલમાં હોવી જોઇએ અને જબાન પર લગામ હોવી જોઇએ
Advertisement

Yuvraj : ભાવનગરના ઇન્ડી ગઠબંધન અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદાસ્પદ ઉચ્ચારણો અંગે ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયો છે. રાજ્યમાં વારંવાર ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે અને તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટે આ મામલે ભાવનગરના યુવરાજ (Yuvraj ) જયવીરરાજસિંહ સાથે ખાસ વાતચીત કરી હતી. Yuvraj એ સ્પષ્ટ કહ્યું કે ક્ષત્રિય સમાજ વિશે આવા નિવેદન આપવા એ દુર્ભાગ્યપૂર્ણ છે અને ઇતિહાસ વાંચો અને ભાવનગરનો વિકાસ કઈ રીતે થાય એ માટે વાત કરો. તેમણે એમ પણ કહ્યું કે આવા નિવેદનો આપનારાઓને લાગે છે કે રાજવી પરીવાર તેમનાથી સારુ શાસન ચલાવતા હતા

રાજા-રજવાડા અફીણ ખાઈને નશામાં પડ્યા રહેતા

ઉલ્લેખનિય છે કે ગુજરાત ફર્સ્ટના લાઇવ સ્ટુડીઓમાં અમારા સંવાદદાતા સાથેની ખાસ વાતચીતમાં ભાવનગરથી AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાએ મોટો બફાટ કર્યો છે. ઉમેશ મકવાણાએ કહ્યું કે રાજા-રજવાડા અફીણ ખાઈને નશામાં પડ્યા રહેતા હતા. તેમણે કહ્યું કે અંગ્રેજો ભારત આવ્યા અફીણ લાવ્યા અને અફીણનો નશો કરાવ્યો છે. અંગ્રેજોએ રાજા-રજવાડાને અફીણ ખાતા કરી દીધા તેવું નિવેદન ઉમેશ મકવાણાએ આપ્યું છે.

Advertisement

Advertisement

હું પરશોત્તમ રૂપાલા નથી કે નિવેદન આપીને માફી માગુ

આ પ્રકારના નિવેદન બાદ ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરે નિવેદન અંગે ફરીથી પૂછ્યું તો પણ એ જ જવાબ ઉમેશ મકવાણાએ આપ્યો હતો. તેમણે કહ્યું કે હું પરશોત્તમ રૂપાલા નથી કે નિવેદન આપીને માફી માગુ.

આપણે ઇતિહાસમાં ખોવાઈ જવાનું નથી

ઉમેશ મકવાણાના આ વિવાદાસ્પદ નિવેદન બાદ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી હતી. તેમણે વાતચીતમાં કહ્યું કે આપણે ઇતિહાસમાં ખોવાઈ જવાનું નથી. ક્ષત્રિય સમાજ વિશે આવા નિવેદન આપવા દુર્ભાગ્યપૂર્ણ હોવાનું જયવીરરાજસિંહે જણાવ્યું હતું. ઉમેશભાઈ રાજકારણમાં નવા છે અને ઉમેશભાઈની બુદ્ધિ ઠેકાણે હોવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું.

ઇતિહાસ વાંચો અને ભાવનગરના મુદ્દાઓ પર વાત કરો

ભાવનગરની વાત કરો, નોન સેન્સેટીવ વાત ના કરો તેમ કહીને જયવીરરાજસિંહે જણાવ્યું કે ઇતિહાસ વાંચો અને ભાવનગરના મુદ્દાઓ પર વાત કરો. ભાવનગરનો વિકાસ કઈ રીતે થાય એ માટે વાત કરો.

ભવિષ્યનું ભાવનગર કેવું હોવું જોઇએ

મારી ઇચ્છા એ છે કે ભાવનગરના નગરજનો વચ્ચે એવી વાત મુકીએ નગરજનો અને ભાવનગરના બંને ઉમેદવારો એને પણ ખ્યાલ આવે કે ભવિષ્યનું ભાવનગર કેવું હોવું જોઇએ. ઉમેદવારોની શું દુરદ્રષ્ટીએ છે તેની વાત કરવી જોઇએ છતાં આપણે હજું આ વાતો છે. મારી પ્રાર્થના હતી કે રાહુલભાઇને બુદ્ધી આપે અને આજે માતાજીએ પ્રાર્થના સાંભળી અને તેમણે આજે નિવેદન આપ્યું છે.

ઉમેશભાઇ પાસે અપેક્ષા કે ભાવનગર સ્ટેટનો ઇતિહાસ વાંચી લો

ગંભીર મુદ્દા પર ચર્ચા થવી જોઇએ ઉમેશભાઇ પાસે અપેક્ષા કે ભાવનગર સ્ટેટનો ઇતિહાસ વાંચી લો. આપ રાજા રજવાડાની વાત કરો તે પહેલા બંને ઉમેદવારોને ઓપન ચેલેન્જ છે કે ભાવનગર માટે કઇ 5 ઇન્ડસ્ટ્રી લાવશો. બધા ત્રાસી ગયા છે. અમે પાછા શાસનમાં આવી જઇશું અને આપનાથી બેટર ચલાવીશું. ઉમેશભાઇને ખબર નહીં હોય કે મહારાજા ભાવસિંહ ભાવનગર રાજ્યમાં પ્રોહિબીશન લાવ્યા હતા અને આવા પવિત્ર રાજાઓનું આ રીતે અપમાન ના કરવું જોઇએ. દરેક બાબતમાં અમારા વડાપ્રધાનનું નામ ના લો.

તેમને લાગે છે કે રાજવી પરીવાર તેમનાથી સારુ શાસન ચલાવતા હતા

આજના જમાનામાં પણ તેઓ અમારા જેવા રાજવી પરિવારોને તેઓ યાદ કરે છે તો એવું લાગે છે કે તેઓ શાસન ચલાવવા સક્ષમ નથી. તેમને લાગે છે કે રાજવી પરીવાર તેમનાથી સારુ શાસન ચલાવતા હતા. ગંભીર મુદ્દા પર ચર્ચા થવી જોઇએ પણ સમાજમાં વર્ગ વિગ્રહ કરવાની વાતો ચાલે છે. 5 વર્ષમાં શું વિકાસ કરશો અને મતદારોને મત કરવાની ઇચ્છા થાય તેવું કરવું જોઇએ. બંને પક્ષ તરફથી આવા નિવેદન આવશે તો નગરજનોને પણ મૂંઝવણ અનુંભવશે કે અમે મત કોને આપીશું.

આપણે ઇતિહાસમાં ખોવાઇ જવાનું નથી

તેમણે કહ્યું કે ભાવનગરના ઇતિહાસથી ગર્વ છે પણ આપણે ઇતિહાસમાં ખોવાઇ જવાનું નથી. ભવિષ્યનું ભાવનગર બનાવવું જોઇએ. લોકોએ ઉમેદવારોને પ્રશ્નો પુછવા જોઇએ. ક્ષત્રિય સમાજ અંગે થઇ રહેવા નિવેદનો અંગે તેમણે કહ્યું કે દેશનું દુર્ભાગ્ય છે કે લોકો આવું વિચારે છે. મારા માટે કોઇ પણ પક્ષ પહેલા મારો ધર્મ છે. તેમણે કહ્યું કે ઉમેશભાઇ નવા છે રાજકારણમાં અને તેમને નમ્ર વિનંતી કે આપ ભાવનગર રાજ્યનો ઇતિહાસ વાંચો. આપની બુદ્ધી કંટ્રોલમાં હોવી જોઇએ અને જબાન પર લગામ હોવી જોઇએ અને આવી નોન સેન્સીટીવ વાત ના કરે.

આ પણ વાંચો------ Bhavnagar : વારંવાર અપમાનથી હવે મહા આંદોલનની જરુર

આ પણ વાંચો----- ક્ષત્રિયો માટે આટલું ખરાબ બોલવાનું ! જાણો શું છે સમગ્ર વિવાદ

આ પણ વાંચો---- Rahul Gandhi : દમણમાં સભા સંબોધી પણ ક્ષત્રિયોની માફી ના માંગતા અનેક સવાલ!

Tags :
Advertisement

.

×