Bharuch બેઠક પર મામા-ભાણેજ વચ્ચે કાંટાની ટક્કર
Bharuch : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેશણ કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની મહત્વની કહી શકાય તેવી ભરુચ (Bharuch ) લોકસભા બેઠક આ વખતે સહુની નજરમાં છે કારણ કે ઇન્ડી ગઠબંધન સાથેની સમજૂતીમાં કોંગ્રેસે આ બેઠક આમ આદમી પાર્ટીને આપી હતી અને આપ દ્વારા અહીંના આક્રમક ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી હતી જ્યારે બીજી તરફ વર્ષોથી ભાજપમાંથી ચૂંટાતા મનસુખ વસાવાને ભાજપે ફરીથી અહીં મેદાનમાં ઉતાર્યા હતા.
લોકસભા ચૂંટણી જંગ રસપ્રદ
ભરૂચ બેઠકનો લોકસભા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. INDI ગઠબંધનના ભાગરૂપે AAPને આ બેઠક મળી છે . મતદાન બાદ એક તરફ સ્ફોટક યુવા ચહેરા ચૈતર વસાવાનો જીતનો દાવો છે તો બીજી તરફ પીઢ ખેલાડી મનસુખ વસાવાનો પણ જીતનો દાવો છે. ભરૂચમાં 68.75 ટકા જેવું ઊંચું મતદાન થતાં સહુની નજર રહી છે કે આ બેઠક કોણ જીતશે
મુસ્લિમ અને આદિવાસી મતદારોનો ઝૂકાવ પરિણામ નક્કી કરશે
ભરુચ બેઠક પર મુસ્લિમ અને આદિવાસી મતદારોનો ઝૂકાવ પરિણામ નક્કી કરશે . ચૈતર વસાવાના ગઢ સમાન ડેડિયાપાડામાં 83.95 ટકા ઊંચા મતદાનથી પણ ચર્ચા થઇ રહી છે. જો કે આ વખતે અહેમદ પટેલ પરિવારના સભ્યો પ્રચારમાં જોવા મળ્યા ન હતા.
બંને મામા ભાણેજ થાય છે અને એક જ વિસ્તારના છે.
આ વખતે લઘુમતિ મતબેંક કોંગ્રેસનું ચિન્હ ના હોવાથી આપ કે ભાજપને મતદાન કર્યું હોય તેવું પણ બની શકે છે. મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાયા છે. બંને મામા ભાણેજ થાય છે અને એક જ વિસ્તારના છે. મનસુખ વસાવાનું નામ જાહેર થયું ત્યારે વિરોધ થયો હતો અને પ્રચારમાં બહુ સહયોગ મળ્યો નથી જેથી બંને વચ્ચે રસાકસી છે.
ચૈતર વસાવાની લોકપ્રિયતા છે
રાજકીય નિષ્ણાત સેજલ દેસાઇએ કહ્યું કે 6 ટર્મથી ભાજપ હોવા છતાં યોગ્ય વિકાસ થયો નથી. ચૈતર વસાવાની લોકપ્રિયતા છે અને મોટી લીડ દ્વારા તે જીતશે.
લઘુમતી સમાજે સારુ મતદાન કર્યું છે અને તેની અસર પણ પરિણામમાં જોવા મળશે.
રાજકીય નિષ્ણાત નરેશભાઇ ઠક્કરે કહ્યું કે અહેમદ પટેલનો પરિવાર પ્રચારમાં જોડાયો નથી પણ તેની અસર મતદાનમાં પડી નથી. લઘુમતી સમાજે સારુ મતદાન કર્યું છે અને તેની અસર પણ પરિણામમાં જોવા મળશે. આદિવાસી પટ્ટી કોંગ્રેસની હતી અને આ વખતે આદિવાસી સમાજમાં જાગૃતિ આવી છે અને વધુ મતદાન કર્યું છે. આદિવાસી મતોમાં વિભાજન થયું છે પણ ફાયદો ચૈતર વસાવાને ફાયદો થઇ શકે છે. ચૈતર વસાવાની સામે જે કાર્યવાહી થઇ તેનો ફાયદો ચૈતર વસાવાને મળશે. મનસુખભાઇ જેવા અનુભવી ચહેરા સિવાય ભાજપ પાસે કોઇ બીજો ચહેરો ન હતો. મનસુખભાઇની નકારાત્મક્તા નથી. ભાજપના કેટલાક નેતાઓ ઇચ્છતા હતા કે મનસુખભાઇને ટિકિટના મળે પણ ભાજપે રિસ્ક ના લીધું. જો કે મનસુખભાઇના વ્યક્તિગત કામોમાં એન્ટીઇન્કમબન્સી જોવા મળી શકે છે.
આ પણ વાંચો----- Valsad બેઠક ભાજપને ફળશે કે કોંગ્રેસને..?
આ પણ વાંચો------ કોળી મતદારોના પ્રભુત્વવાળા Surendranagar માં કોનું પલડું ભારે?