ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah: રાહુલબાબા વાયનાડમાં હારવાના છે એટલે રાયબરેલી ગયા...

Amit Shah : છોટાઉદેપુરના બોડેલીમાં જાહેરસભાને સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે રાહુલબાબા હવે વાયનાડ પણ હારવાના છે એટલે રાયબરેલી ગયા..પણ મારી સલાહ છે કે પ્રોબ્લેમ સીટમાં નથી, તમારામાં છે....
01:28 PM May 04, 2024 IST | Vipul Pandya
Amit Shah : છોટાઉદેપુરના બોડેલીમાં જાહેરસભાને સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે રાહુલબાબા હવે વાયનાડ પણ હારવાના છે એટલે રાયબરેલી ગયા..પણ મારી સલાહ છે કે પ્રોબ્લેમ સીટમાં નથી, તમારામાં છે....
amitshah

Amit Shah : છોટાઉદેપુરના બોડેલીમાં જાહેરસભાને સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે રાહુલબાબા હવે વાયનાડ પણ હારવાના છે એટલે રાયબરેલી ગયા..પણ મારી સલાહ છે કે પ્રોબ્લેમ સીટમાં નથી, તમારામાં છે. રાયબરેલીમાં પણ તમે હારવાના છો. કોંગ્રેસે દેશનું વિભાજન કર્યું છે. તેમણે કહ્યું કે નરેન્દ્રભાઇ ત્રીજી વાર વડાપ્રધાન બનવાના હોય ત્યારે ગુજરાતની જનતાએ તેમને 26 બેઠકો આપવી પડશે.

ભાજપ છે ત્યાં સુધી અનામતને કોઇ હાથ નહીં લગાડવા દે

અમિતભાઇએ જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું કે રાહુલબાબા એન્ડ કંપની સત્તા પર આવશે તો મુસ્લીમ અનામત આપી એસએસી ઓબીસી એસટીની અનામત છીનવી લેશે. કર્ણાટક અને આંધ્રમાં મુસ્લીમોને જે અનામત આપી છે તે પાછી લેવાના છો કે નહી તેની સ્પષ્ટતા આપો. ભાજપ છે ત્યાં સુધી અનામતને કોઇ હાથ નહીં લગાડવા દે. કોંગ્રેસ પ્રમુખ ખડગે કહે છે કે રાજસ્થાન અને ગુજરાતને કાશ્મીર જોડે શું લેવા દેવા પણ તે ગુજરાત અને ભારતને ઓળખી શક્યા નથી. ગુજરાતનો એક એક જણ કાશ્મીર માટે જાન આપવા તૈયાર છે.

આતંકીઓના સફાયાનું કામ મોદી સરકારે કર્યું

તેમણે આરોપ લગાવ્યો કે 70 વર્ષ સુધી કોંગ્રેસે 370મી કલમને ખોળામાં રાખી. મોદી સાહેબે 370મી કલમને સમાપ્ત કરી. આતંકીઓના સફાયાનું કામ મોદી સરકારે કર્યું. રાહુલ બાબા ઉભા થઇ ગયા.. 370 ના હટાવો, કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે પણ 5 વર્ષ થઇ ગયા કાંકરીચાળો પણ થયો નથી. મોદી સાહેબે આતંકવાદનો સફાયો કર્યો. કોંગ્રેસની 10 વર્ષની સરકારમાં રોજ પાકિસ્તાનથી આલિયા માલીયા, જમાલીયા આવી બોંબ ધડાકા કરતા હતા પણ કોંગ્રેસવાળા વોટબેંકના ડરથી પગલાં લેતા ન હતા. પુરી અને પુલવામાં હુમલો થયો અને 10 દિવસમાં જ મોદીસાહેબે સર્જીકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીના ઘરમાં ઘુસી સફાયો કર્યો

70 વર્ષથી કોંગ્રેસ રામ મંદિરના મુદ્દાને લટકાવતી હતી

70 વર્ષથી કોંગ્રેસ રામ મંદિરના મુદ્દાને લટકાવતી હતી. બીજી વાર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને 5 વર્ષમાં કેસ જીત્યો, ભૂમિ પૂજન કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી. રાહુલ, પ્રિયંકા અને સોનિયા અને કેજરીવાલને પણ આમંત્રણ આપ્યું પણ કોઇ ના આવ્યું. પણ પેલી વોટ બેંકની બીક હતી. અમે એ વોટ બેંકથી ડરતા નથી. મોદી એ રામં મંદિરનું સપનું પુરુ કર્યું. પાવાગઢમાં 400 વર્ષથી મા કાળીનો દરબાર સજાવ્યો. કાશી કોરીડોર બન્યો.

70 વર્ષથી કોંગ્રેસે આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવ્યા ન હતા

નરેન્દ્ર મોદીએ 80 કરોડ ગરીબોને 5 કિલો અનાજ દર મહિને આપ્યું. 12 કરોડ ઘરમાં શૌચાલય બનાવ્યા. 10 કરોડ ગરીબોનેસિલિન્ડર આપ્યા. પીવાનું પાણી આપ્યું. 60 કરોડ લોકોને 5 લાખનો વીમો આપ્યો. 70 વર્ષથી કોંગ્રેસે આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવ્યા ન હતા. મોદીજીએ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા. આદિવાસી ગામોમાં આજે 24 કલાક વીજળી આવે છે. હેલ્થ સેન્ટર બનાવ્યા, રોડ બનાવ્યા. કોંગ્રેસ પાર્ટીના જમાનામાં આદિવાસી કલ્યાણ મંત્રાલય જ ન હતું. અટલજીએ આદિવાસી માટે અલગ મંત્રાલય બનાવ્યું હતું.

આ પણ વાંચો------- Kshatriya Sammelan : વધુ એક પ્રયાસ! મતદાન પૂર્વે ભાજપનાં સમર્થનમાં ફરી એકવાર અહીં યોજાશે ક્ષત્રિય સંમેલન

આ પણ વાંચો----- Elections : મતદારોને રિઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો…

આ પણ વાંચો------ Congress : પુરીમાં કોંગ્રેસના ઉમેદવારે પછી ખેંચી ઉમેદવારી, કારણ જાણી ચોંકી જશે

Tags :
Amit ShahBodeliChotaudepurCongressGujaratGujarat Firstloksabha electionloksabha election 2024Narendra Modirahul-gandhiram mandir
Next Article