મોહન યાદવે શિવપુરીમાં અદાણી સંરક્ષણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
મધ્ય પ્રદેશના ઔદ્યોગિક નકશા પર આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે (Adani Shivpuri Defense Plant). ભગવાન શિવની નગરી તરીકે જાણીતા શિવપુરીના કોલારસ વિસ્તારમાં દક્ષિણ એશિયાના સૌથી મોટા આધુનિક સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ મેગા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી મોહન યાદવ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપરાંત અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડાયરેક્ટર જીત અદાણી અને અદાણી પોર્ટ્સના એમડી કરણ અદાણી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા (Mohan Yadav Madhya Pradesh Investment).
આ પ્રસંગે સીએમ યાદવ અને કેન્દ્રીય મંત્રી સિંધિયાએ ડિફેન્સ પ્લાન્ટનો શિલાન્યાસ કરવાની સાથે શિવપુરીના સર્વાંગી વિકાસ માટે રૂ. 211.29 કરોડના વિવિધ લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યો પણ કર્યા હતા. આ પ્રોજેક્ટથી આસપાસના વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો વિકાસ થશે. આ સંરક્ષણ પ્રોજેક્ટ દ્વારા પ્રદેશમાં 2,000 થી વધુ પ્રત્યક્ષ અને 10,000થી વધુ પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે, જે શિવપુરીના આર્થિક ચિત્રને બદલી નાખશે (Kolaras Defense Project Employment).
સાઉથ એશિયાનું સૌથી મોટું ખાનગી સંરક્ષણ ઇકોસિસ્ટમ
કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડાયરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, "આજનો દિવસ આપણા દેશ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આપણે દક્ષિણ એશિયાના સૌથી મોટા પ્રાઇવેટ સેક્ટર મિસાઇલ ઇકોસિસ્ટમની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ" (South Asia Largest Missile Ecosystem). આ એક અદ્યતન વન-સ્ટોપ સેન્ટર હશે જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી કાચો માલ (રો-મટીરિયલ) મેળવવાથી લઈને સંપૂર્ણ મિશ રેડી મિસાઇલનું ઉત્પાદન એક જ સ્થાને કરવામાં આવશે.
જાણો પ્રોજેક્ટની મુખ્ય ખાસિયતો
મધ્ય પ્રદેશ હવે દેશની સૌથી મજબૂત ગ્રોથ સ્ટોરીઝ પૈકીનું એક રાજ્ય બનીને ઉભર્યું છે. આ પ્લાન્ટ સંરક્ષણ સામગ્રીના ઉત્પાદનમાં ભારતની વૈશ્વિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પીએમ મોદી અને સીએમ યાદવનો આભાર માનતા કહ્યું હતું કે, રૂ. 2,500 કરોડની આ મિસાઇલ ફેક્ટરી દ્વારા શિવપુરીનું નામ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકાઈ ગયું છે (Make In India Defense Manufacturing).
મધ્ય પ્રદેશમાં અદાણી ગ્રુપનું મોટું રોકાણ અને રોજગાર સર્જનના લક્ષ્યાંકો
જીત અદાણીએ રાજ્યમાં કરવામાં આવેલા અને આગામી સમયમાં થનારા અન્ય રોકાણોની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભોપાલમાં યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મધ્ય પ્રદેશમાં રૂ. 1,10,000 કરોડના વિશાળ રોકાણની જાહેરાત કરી હતી (Jeet Adani Bhopal Summit Promise). આ રોકાણ મુખ્યત્વે પંપ-હાઈડ્રો સ્ટોરેજ, સિમેન્ટ ઉદ્યોગ, માઇનિંગ, સ્માર્ટ મીટર કનેક્શન અને થર્મલ એનર્જી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી રોકાણ આયોજન દ્વારા ૨૦૩૦ સુધીમાં રાજ્યમાં અંદાજે 1,20,000 જેટલી નવી નોકરીઓની તકોનું સર્જન થશે.
અદાણી ગ્રુપે કટની જિલ્લાના અમેઠી અને કૈમોર પ્લાન્ટમાં અગાઉથી જ રૂ. 4,000 કરોડથી વધુનું સફળ રોકાણ કરેલું છે. વર્તમાન સમયમાં અદાણી પાવર દ્વારા મધ્ય પ્રદેશ રાજ્યને 1,200 મેગાવોટ વીજળીનો સપ્લાય પૂરો પાડવામાં આવી રહ્યો છે અને કંપની આગામી સમય માટે અન્ય 5,600 મેગાવોટની વધારાની વીજ ક્ષમતા વિકસાવવા પર ઝડપથી કામ કરી રહી છે.
સેના માટે આધુનિક હથિયારોનું ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતનું સપનું
કોલારસમાં સ્થપાનારો આ પ્લાન્ટ મધ્ય પ્રદેશના ઇતિહાસનો સૌથી મોટો સંરક્ષણ ઔદ્યોગિક પ્રોજેક્ટ છે. તેનાથી ભારતીય સેના અને અન્ય અર્ધલશ્કરી દળો માટે અત્યંત આધુનિક સાધનો તૈયાર કરવામાં આવશે. આ અત્યાધુનિક ફેક્ટરીમાં નવીનતમ ટેકનોલોજીથી સજ્જ નાના હથિયારો, એડવાન્સ એસોલ્ટ રાઇફલ્સ, લાઇટ મશીન ગન, સ્નાઇપર રાઇફલ્સ, પિસ્તોલ અને સબ-મશીન ગનનું મોટા પાયે નિર્માણ થશે.
આ હથિયારોના સ્થાનિક ઉત્પાદનથી ભારતની સરહદી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનશે અને વિદેશોમાંથી હથિયારોની આયાત પરનો ખર્ચ ઘટશે. આ આખો પ્રોજેક્ટ દેશની સુરક્ષા ક્ષમતા વધારવાની સાથે મધ્ય પ્રદેશના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવશે.
આ પણ વાંચો : ISRO Gaganyaan Mission Update : ગગનયાન મિશનમાં ભારતની મોટી સિદ્ધિ, ISRO એ પાસ કર્યો સૌથી મહત્વનો સુરક્ષા ટેસ્ટ