Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gold Smuggling Mumbai Airport: દુબઈથી પેન્ટમાં છુપાવીને લાવી 4 કિલો સોનું, મુંબઈ એરપોર્ટ પર મહિલાની ધરપકડ

મુંબઈ એરપોર્ટ પર સોનાની તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં દુબઈથી આવેલી એક મહિલા મુસાફરને 4 કિલો સોના સાથે ઝડપી લેવામાં આવી છે. આ મહિલાએ કાયદાની નજરોથી બચવા માટે પેન્ટની અંદર ખૂબ જ ચાલાકીથી સોનાની ઈંટો છુપાવી હતી. પરંતુ એરપોર્ટ પર તૈનાત ડીઆરઆઈની ટીમે સચોટ બાતમીના આધારે તપાસ કરી હતી. તપાસમાં 6 કરોડની કિંમત ધરાવતું સોનું જપ્ત કર્યું છે.
gold smuggling mumbai airport  દુબઈથી પેન્ટમાં છુપાવીને લાવી 4 કિલો સોનું  મુંબઈ એરપોર્ટ પર મહિલાની ધરપકડ
Advertisement

Gold Smuggling Mumbai Airport: દુબઈથી મુંબઈ આવેલી એક મહિલા મુસાફરને લાગ્યું હતું કે તેની ચાલાકી કોઈ પકડી નહીં શકે. પરંતુ મુંબઈ એરપોર્ટ પર તૈનાત મહેસૂલ ગુપ્તચર નિર્દેશાલય (DRI) ની ટીમે તેના તમામ ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. અધિકારીઓએ શંકાના આધારે મહિલાને રોકીને જ્યારે તેની સઘન તલાશી લીધી, ત્યારે તેની પેન્ટની અંદરથી ભારે માત્રામાં સોનું મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા સોનાની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે.

Tags :
Advertisement

.

×