Imran Khan : બોલિવૂડ અભિનેતા અને આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાન (Imran Khan)ની મુશ્કેલીઓ વધી છે. મુંબઈમાં યોજાયેલા એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ તેમને ભારત છોડવાની નોટિસ આપવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. મુંબઈની ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા અભિનેતાને 28 ઓક્ટોબર, 2026 સુધીમાં દેશ છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
CJPના વિરોધ પ્રદર્શનમાં લીધો હતો ભાગ
અહેવાલો અનુસાર, 10 ઓક્ટોબરે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janta Party – CJP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)ના રાજીનામાની માગ કરવામાં આવી હતી. પ્રદર્શનમાં અભિનેતા ઇમરાન ખાન પણ હાજર રહ્યા હતા. મુંબઈ પોલીસે અભિનેતા સહિત કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
અમેરિકન નાગરિકતાને લઈને ઊભા થયા સવાલ
ઇમરાન ખાન અમેરિકન નાગરિક (US Citizen) છે અને ભારતમાં ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડધારક તરીકે રહે છે. ભાજપના નેતા કિરીટ સોમૈયા (Kirit Somaiya)એ તેમની રાજકીય વિરોધ પ્રદર્શનમાં હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ મામલે ફરિયાદ કરીને વિદેશી નાગરિકની રાજકીય પ્રવૃત્તિમાં ભાગીદારી અંગે તપાસની માગ કરી હતી.
28 ઓક્ટોબર સુધી ભારત છોડવાનો નિર્દેશ
અહેવાલ મુજબ, મુંબઈ FRRO દ્વારા ઇમરાન ખાનને લિવ ઇન્ડિયા નોટિસ (Leave India Notice) આપવામાં આવી છે. આ કાર્યવાહી ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ (Immigration and Foreigners Act)ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જો કે લાંબા સમય બાદ બોલિવૂડમાં વાપસીની તૈયારી કરી રહેલા ઇમરાન ખાન માટે આ વિવાદ નવી મુશ્કેલી બની શકે છે. જોકે, અભિનેતા આ નોટિસ સામે કાયદાકીય પડકાર આપશે કે નહીં અને આગામી ફિલ્મ પર તેની શું અસર પડશે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
આ પણ વાંચો : દિલ્હીમાં અટકાયત બાદ છૂટતા જ Dhruv Rathee નો દાવો, 'પોલીસકર્મીઓ પગે પડીને માફી માંગવા પણ તૈયાર હતા'