Ketan Agarwal Murder Case: પાર્ટીનું ભવ્ય આયોજન અને અંતિમ ક્ષણે રદ
કેતન અગ્રવાલે સિયા ગોયલના બર્થડે નિમિત્તે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. 20 જૂને મહાબલેશ્વરની પ્રખ્યાત ફાઈવ સ્ટાર હોટલમાં આ સેલિબ્રેશન રાખ્યું હતું. આ કાર્યક્રમ માટે કેતન અગ્રવાલે 70 જેટલા રૂમ બુક કરાવ્યા હતા. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યા હતા. પરંતુ કાર્યક્રમના થોડા સમય પહેલા જ સિયાએ પાર્ટી માટે ઈનકાર કરી દીધો હતો અને આ ભવ્ય પાર્ટી અચાનક રદ કરી દેવામાં આવી.
Ketan Agarwal Murder Case: હત્યાકાંડ અને પાર્ટી રદનું કનેક્શન
સૂત્રોની માહિતી મુજબ, સિયાએ પાર્ટી રદ કરાવીને કેતન અગ્રવાલને પુણે નજીક આવેલા લોહગઢ કિલ્લા જવા માટે મનાવી લીધો હતો. આયોજન મુજબ 18 જૂને સિયા અને કેતન લોહગઢ કિલ્લાની મુલાકાતે ગયા હતા. પરંતુ તે દિવસે જ કેતનનું મૃત્યુ થયું હતું. સિયાએ રટણ કર્યું હતું કે, લપસી જવાની કેતન ઊંડી ખીણમાં પડી ગયા હતો. શરૂઆતમાં પોલીસ સિયાના નિવેદનના આધારે તપાસ કરતી હતી. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે, સિયા અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ જ ધક્કો મારીને કેતનની હત્યા કરી હતી.
કેતનને નહીં, પણ ચેતનને પ્રેમ કરતી હતી સિયા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, સિયા ચેતન સાથે પણ સંબંધમાં હતી, ગયા વર્ષે એક બિઝનેસ મીટિંગમાં તે ચેતનને મળી હતી. સિયા એક બેકરી ધરાવતી હતી. જ્યારે ચેતન ડ્રાયફ્રૂટનો વ્યવસાય ચલાવતો હતો. આ બંને વચ્ચે છેલ્લા 12 મહિના કરતા વધુ સમયથી સંબંધો હતા.
પોલીસે એવો પણ ખુલાસો કર્યો છે કે, સિયા અને કેતનના સંબંધથી ચેતન નાખુશ હતો. સિયા અને તેના પ્રેમ વચ્ચે અડચણ સમજતો હતો. માટે તેણે સિયા સાથે મળીને કેતનની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું.
પોલીસ તપાસમાં ખૂલતા નવા રહસ્યો
નોંધનીય છે કે, હત્યાકાંડની તપાસમાં હવે ટેકનિકલ પુરાવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સિયા ગોયલના ફોન કોલ્સ અને મેસેજની તપાસ કરવામાં આવી રહી છે. પાર્ટી રદ થયાના થોડા સમય બાદ જ આ હત્યા થઈ હોવાથી પોલીસ આ બંને ઘટનાઓને જોડીને જોઈ રહી છે. મુંબઈ પોલીસ ટૂંક સમયમાં જ તમામ પાસાઓની સત્તાવાર જાહેરાત કરશે તેવી શક્યતા છે. આ કેસમાં સામેલ તમામ વ્યક્તિઓની સઘન પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો--- Ketan Agarwal Murder Case : મંગેતર સિયા ગોયલ અને પ્રેમી ચેતનની ધરપકડ, ગુનો કબૂલતા પોલીસ પણ ચોંકી ઉઠી