Maharashtra News : મંગળવારના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં મુસ્લિમ મહિલાઓની સલામતી અને ટ્રિપલ તલાકના મુદ્દે સમાન નાગરિક સંહિત પર ચર્ચા ચાલી રહી હતી. તે અચનાક વાક યુદ્ધમાં પરિવર્તન થયું હતુ. NCP (અજિત પવાર જૂથ)ના ધારાસભ્ય સના મલિકે વિધાનસભામાં જે રીતે પાકિસ્તાન અને કુરાનનો ઉલ્લેખ કરી ભાજપના ધારાસભ્ય દેવયાની ફરાંદે દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાનો વિરોધ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન, કુરાન અને મુસ્લિમ પર્સનલ લોનો ઉલ્લેખ કરતા સના મલિકે કહ્યું કે કુરાનની સૂચનાઓ અનુસાર ભારતમાં આ વ્યવસ્થા લાગુ થવી જોઈએ ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. તેમના નિવેદનનો ભાજપ અને શિવસેના (શિંદે) ના ધારાસભ્યોએ જોરદાર વિરોધ કર્યો, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કેટલાક સભ્યો તેમને ટેકો આપતા દેખાયા.
શું હતી સમગ્ર ઘટના ?
ભાજપના ધારાસભ્ય દેવયાની ફરાંદેએ નિયમ 105 હેઠળ લક્ષિત નોટિસ રજૂ કરતી વખતે કહ્યું કે કેન્દ્ર સરકારે મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવા માટે ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો છે, પરંતુ મહારાષ્ટ્રમાં તેનો અસરકારક રીતે અમલ થઈ રહ્યો નથી. તેમણે દાવો કર્યો હતો કે મુસ્લિમ મહિલાઓને બહુપત્નીત્વ, છૂટાછેડા અને ઘરેલુ હિંસા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ધારાસભ્ય દેવયાની ફરાંદેએ કહ્યું કે પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશોમાં પણ બહુપત્નીત્વના કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે ભારતમાં મુસ્લિમ મહિલાઓની સલામતી અને અધિકારો અંગે ગંભીર ચર્ચા કરવાની જરૂર છે. તેમણે સરકારને પૂછ્યું કે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા ક્યારે લાગુ કરવામાં આવશે અને શું આ હેતુ માટે ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે?
"દેશ કુરાનથી નહીં, બંધારણથી ચાલે છે"
BJPના ધારાસભ્ય અતુલ ભટખલકરે આ મુદ્દે આક્રમક પ્રતિક્રિયા આપતા વિધાનસભામાં સવાલ કરતા જણાવ્યું કે શું આ દેશ ધર્મગ્રંથોના આધારે ચાલશે કે ભારતનું બંધારણ સર્વોપરી છે?
સના મલિકનું આ નિવેદન કે 'ભારતમાં કુરાનની સૂચનાઓનું પાલન થવું જોઈએ', તે લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. પ્રશ્ન એ છે કે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જ્યારે બંધારણીય હોદ્દા પર બેસીને ધાર્મિક અર્થઘટન કરવા લાગે, ત્યારે સામાન્ય પ્રજાએ કોના પર વિશ્વાસ મૂકવો?
શું મહાયુતિમાં પડી રહી છે તિરાડ ?
આ ઘટનાએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે 'મહાયુતિ' ગઠબંધન માત્ર ઉપરથી એક દેખાય છે, પણ અંદરખાને વૈચારિક મતભેદોની ખાઈ કેટલી ઊંડી છે. જ્યારે ભાજપ અને શિવસેના સના મલિકનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે તેમના જ ગઠબંધનના NCPના કેટલાક સભ્યોનું મૌન અથવા સમર્થન એક મોટા રાજકીય ભૂકંપના સંકેત છે.
સરકારની ઉતાવળ કે ગંભીરતા?
છેવટે, સરકારે UCC માટે એક સભ્યની સમિતિની જાહેરાત કરીને મામલાને ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, શું માત્ર સમિતિ રચી દેવાથી આટલો મોટો વિવાદ થમી જશે? મહારાષ્ટ્રની જનતા હવે આક્રમક સવાલો પૂછી રહી છે: શું મુસ્લિમ મહિલાઓના અધિકારોને બદલે માત્ર રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે?
આ પણ વાંચો : Pune Murder Case : કોણ છે ચેતન ચૌધરી? જેના માટે સિયા ગોયલે તેના કરોડપતિ મંગેતરની હત્યા કરી