Eknath Shinde Health : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની અચાનક લથડેલી તબિયત રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. કામના અતિશય ભારણ અને વિધાનસભા સત્રની દોડધામ વચ્ચે શિંદેએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે.
Eknath Shinde Health : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, તેમને ગઈકાલથી હળવો તાવ, સુસ્તી અને શરીરમાં દુખાવાની ફરિયાદ હતી. સાવચેતીના પગલા તરીકે, તેમને ડોકટરોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિયમિત ચેકઅપ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને ડોકટરોની એક ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે. જેથી એકનાથ શિંદેના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
Eknath Shinde Health : DYCM એકનાથ શિંદેની તબિયત લથડી
ઉલ્લેખનીય છે કે તેમને તાવ અને શારીરિક નબળાઈની હોવાનું સામે આવ્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન પણ તેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેમણે નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્વાસ્થ્ય વધુ બગડતા ડોક્ટરોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું અને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
થાણાના તમામ કાર્યો કર્યા રદ
આ સ્વાસ્થ્ય સંબંધી કારણોસર થાણેમાં આયોજિત કેટલાક મહત્વપૂર્ણ રાજકીય કાર્યક્રમો પર અસર પડી હતી. ખાસ કરીને, ધુળેથી ઠાકરે જૂથના નેતા શુભાંગી પાટિલનો પક્ષ પ્રવેશ કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો, જે અંતે મોડી રાત્રે યોજાયો હતો. એકનાથ શિંદે મહારાષ્ટ્રના કદાવર નેતા છે અને શિવસેનાના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. તેમના સ્વાસ્થ્યમાં સુધારાની પ્રાર્થના તેમના સમર્થકો કરી રહ્યા છે.
આ પણ વાંચો : Mumbai heavy rainfall: મુંબઈથી દિલ્હી સુધી વરસાદનો કહેર, ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, રેડ એલર્ટ જાહેર