Maharashtra Flood Fury : રાયગઢમાં પૂરના પાણીમાં રમકડાની જેમ તરતા દેખાયા હજારો LPG સિલિન્ડર! Video Viral
Maharashtra Flood Fury : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલા પૂરમાં HPCLના LPG બોટલિંગ પ્લાન્ટમાંથી અંદાજે 3,000 ગેસ સિલિન્ડર પાતાળગંગા નદીમાં તણાઈ ગયા છે. ઘટનાના પગલે પ્રશાસને લોકોને સિલિન્ડરને અડવા કે ઘરે લઈ જવાનો પ્રયાસ ન કરવાની કડક ચેતવણી આપી છે. હાલ રેસ્ક્યૂ ટીમ સિલિન્ડરોને સુરક્ષિત રીતે પરત લાવવાની કામગીરીમાં લાગી છે.
Advertisement
Maharashtra Flood Fury : મહારાષ્ટ્ર (Maharashtra) ના રાયગઢ જિલ્લામાં આકાશી આફત બનીને વરસેલા ભારે વરસાદ (Heavy Rain) ને કારણે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ આપત્તિ દરમિયાન જિલ્લાના પાતાળગંગા વિસ્તારમાં આવેલા HPCL ના એલપીજી બોટલિંગ પ્લાન્ટ (LPG Bottling Plant) માં પૂરના પાણી ભરાઈ ગયા હતા. પ્લાન્ટમાં પાણીનો વહાણ એટલો તેજ હતો કે ત્યાં રાખેલા અંદાજે 3,000 જેટલા એલપીજી સિલિન્ડર (LPG Cylinders) તણાઈને સીધા પાતાળગંગા નદી (Patalganga River) માં વહી ગયા હતા.

