Maharashtra Rain News: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભૂસ્ખલન, રેલ સેવાઓ પ્રભાવિત, થાણેમાં 100થી વધુ વૃક્ષો ધરાશાય.. IMD દ્વારા રેડ એલર્ટ જાહેર
Maharashtra Weather News: મહારાષ્ટ્રમાં (Maharashtra)અવિરત મુશળધાર વરસાદ(rain)ને કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. ભૂસ્ખલન અને ભારે પાણી ભરાઈ જવાને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર માર્ગ ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. દરમિયાન, પુણે-મુંબઈ રેલ માર્ગ પર ટ્રેન વ્યવહાર (Mumbai Train route)પણ ભૂસ્ખલનને કારણે પ્રભાવિત થયો છે. વહીવટીતંત્રે લોકોને ખૂબ જ જરૂરી હોય તો જ મુસાફરી કરવાની વિનંતી કરી છે..
">http://View this post on Instagram
પુણેમાં ભૂસ્ખલનની ઘટના
દરમિયાન, આજે વહેલી સવારે પુણે જિલ્લાના માવળ તાલુકાના પાટણ ગામમાં ભૂસ્ખલનની વધુ એક ઘટના સામે આવી છે. એક ઘર પર કાટમાળ પડવાથી ત્રણ લોકો ફસાયા હોવાની આશંકા છે. માહિતી મળતાં જ NDRFની પુણે સ્થિત 5મી બટાલિયનની 30 સભ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલમાં આ કામગીરી ચાલુ છે અને અત્યાર સુધી જાનહાનિ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: Mumbai Rain Alert: ભારે વરસાદના કારણે મુંબઈની રફ્તાર થંભી, રેડ એલર્ટ વચ્ચે તંત્ર સતર્ક

