Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Maharashtra TET Paper Leak : વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ક્યાં સુધી? મહારાષ્ટ્ર TET ની પરીક્ષા સ્થગિત, 3 આરોપીઓ ઝડપાયા

Maharashtra TET Paper Leak : મહારાષ્ટ્ર TET (Maharashtra TET) પરીક્ષા પેપર લીક મામલાએ ફરી એકવાર દેશની પરીક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઠાણે પોલીસે ભિવંડીમાંથી 3 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરીને મૂળ પ્રશ્નપત્રો જપ્ત કર્યા બાદ રાજ્ય સરકારે 28 જૂનની પરીક્ષા સ્થગિત કરી છે. હવે સમગ્ર કેસની તપાસ SIT કરી રહી છે અને મોટા રેકેટની સંભાવના પણ તપાસાઈ રહી છે.
maharashtra tet paper leak   વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ક્યાં સુધી  મહારાષ્ટ્ર tet ની પરીક્ષા સ્થગિત  3 આરોપીઓ ઝડપાયા
Advertisement

Maharashtra TET Paper Leak : દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક (Paper Leak)ના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થઈ રહ્યું છે. NEET પરીક્ષા બાદ હવે મહારાષ્ટ્રની શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે મહારાષ્ટ્ર TET (Maharashtra Teacher Eligibility Test - TET) પણ પેપર લીક વિવાદમાં સપડાઈ છે. ઠાણે (Thane) પોલીસે ભિવંડી (Bhiwandi) વિસ્તારમાંથી 3 શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પાસેથી આગામી દિવસે યોજાનારી પરીક્ષાના મૂળ પ્રશ્નપત્રો જપ્ત કર્યા હતા. આ ઘટનાના પગલે મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ (Maharashtra State Examination Council - MSCE)એ સમગ્ર રાજ્યમાં 28 જૂનના રોજ યોજાનારી પરીક્ષા તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે.

Tags :
Advertisement

.

×