Mumbai Fire : અંધેરીના SRA બિલ્ડિંગમાં ભીષણ આગ, ધુમાડાથી ગૂંગળાયેલા લોકોએ જીવ બચાવવા લગાવી છલાંગ!
Mumbai Fire : મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં આવેલા SRA બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગથી અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડાના કારણે કેટલાક રહેવાસીઓએ જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય એજન્સીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. હાલ આગના કારણની તપાસ ચાલુ છે.
Advertisement
Mumbai Fire : મુંબઈ (Mumbai)ના અંધેરી પશ્ચિમ (Andheri West) વિસ્તારમાં શુક્રવારે એક SRA બિલ્ડિંગ (SRA Building)માં ભીષણ આગ (Fire) લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ઝડપથી ફેલાતા બિલ્ડિંગ ધુમાડાથી ઘેરાઈ ગયું હતું અને રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કેટલાક લોકોએ જીવ બચાવવા માટે ઇમારતમાંથી છલાંગ પણ લગાવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ (Fire Brigade), પોલીસ (Police) અને અન્ય સંબંધિત એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

