Mumbai Monsoon Weather Update: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, મુંબઈમાં રેડ એલર્ટ, દિલ્હી-NCR માં વરસાદી મિજાજ
દેશભરમાં ચોમાસાએ હવે પોતાનું આક્રમક રૂપ ધારણ કર્યું છે. મહારાષ્ટ્રના મુંબઈ સહિતના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે બીજી તરફ દિલ્હી-NCR ના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ચોમાસાની આ સિઝનમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.
Advertisement
Mumbai Monsoon Weather Update: ભારતમાં ચોમાસુ હવે આક્રમક ગતિએ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને લીધે જનજીવન પ્રભાવિત થયું છે. દિલ્હી-NCR માં પણ વાદળછાયા આકાશ સાથે વરસાદી માહોલ બન્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ તેજ બની હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

