Mumbai Muharram Procession : મુહર્રમના જુલૂસમાં ઉંદર મારવાની દવાની કેપ્સૂલ વહેંચતો શખ્સ ઝડપાયો! 14900 કેપ્સૂલ જપ્ત
Mumbai Muharram Procession : મુંબઈના ભાયખલામાં મુહર્રમના જુલૂસ દરમિયાન ઝેરી કેપ્સૂલ વહેંચવાના કથિત કાવતરાએ ચકચાર મચાવી છે. એક વ્યક્તિની તબિયત બગડ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી અને હજારો કેપ્સૂલ તેમજ ઝિંક ફોસ્ફાઇડ જપ્ત કર્યું. પ્રાથમિક તપાસમાં મોટી દુર્ઘટનાનો પ્રયાસ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે સમગ્ર મામલે વિવિધ એંગલથી તપાસ ચાલુ છે.
Advertisement
Mumbai Muharram Procession : મુંબઈ (Mumbai)ના ભાયખલા (Byculla) વિસ્તારમાં યોજાયેલા મુહર્રમ (Muharram)ના જુલૂસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જુલૂસમાં હાજર લોકોને એક વ્યક્તિ દ્વારા કેપ્સૂલ (Capsules) વહેંચવામાં આવી રહી હતી. આ કેપ્સૂલ લીધા બાદ કેટલાક લોકોની તબિયત બગડતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. એક વ્યક્તિને કેપ્સૂલ લીધા બાદ ઉલ્ટી (Vomiting) અને બેચેની (Restlessness)ની ફરિયાદ થતાં પોલીસ (Police) તરત જ હરકતમાં આવી અને શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં આરોપીએ આ કેપ્સૂલ પેઇનકિલર (Painkiller) હોવાનું જણાવ્યું હતું, પરંતુ તપાસ દરમિયાન અનેક ગંભીર ખુલાસા થયા હોવાનું પોલીસે જણાવ્યું છે.

