Mumbai School Bus Accident: મુંબઈમાં કાળ બનીને તૂટ્યું વૃક્ષ, સ્કૂલ બસ પર પડતા એક વિદ્યાર્થીનું મોત, 10 ઈજાગ્રસ્ત
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં BMCની ઘોર બેદરકારીના કારણે એક માસૂમ વિદ્યાર્થીનો ભોગ લેવાયો છે. બપોરના સમયે યુનિવર્સલ સ્કૂલની બસ પર અચાનક ઝાડ તૂટી પડતા બાળકોની જિંદગી જોખમમાં મુકાઈ હતી. અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા જોખમી વૃક્ષો હટાવવાની કામગીરી ન થતા આખરે એક મોટી હોનારત સર્જાઈ છે.
Advertisement
Mumbai School Bus Accident: મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે. શાળાએથી ઘરે પરત ફરી રહેલી વિદ્યાર્થીઓથી ભરેલી બસ પર અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક માસૂમ વિદ્યાર્થી મોતને ભેટ્યો છે. જ્યારે 10 જેટવા માસૂમ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક સ્તરે બેદરકારીના આક્ષેપો વચ્ચે વહીવટીતંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે.

