Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Nana Patekar Death : નાના પાટેકરના નિધન મામલે ગોવા પોલીસે કેમ નોંધ્યો અપ્રાકૃતિક મૃત્યુનો કેસ! જાણો શું છે કારણ

Nana Patekar Death : દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ ગોવા પોલીસે BNSSની કલમ 194 હેઠળ અપ્રાકૃતિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. હોસ્પિટલમાં મૃત હાલતમાં લવાયેલા નાના પાટેકરના મૃત્યુનું પ્રાથમિક કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું માનવામાં આવે છે. જોકે, ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાયું છે. આખરે પોલીસે અપ્રાકૃતિક મૃત્યુનો કેસ કેમ નોંધ્યો અને તપાસમાં શું સામે આવ્યું? જાણો સમગ્ર મામલો.
nana patekar death   નાના પાટેકરના નિધન મામલે ગોવા પોલીસે કેમ નોંધ્યો અપ્રાકૃતિક મૃત્યુનો કેસ  જાણો શું છે કારણ
Advertisement

Nana Patekar Death : ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર (Nana Patekar)ના નિધન બાદ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગોવાની પણજી પોલીસે તેમના મૃત્યુના મામલે અપ્રાકૃતિક મૃત્યુ (Unnatural Death) તરીકે નોંધ કરીને તપાસ શરૂ કરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, પોલીસની આ કાર્યવાહીનો અર્થ તેમના મૃત્યુ પાછળ કોઈ ગુનાહિત ઘટના બની હોવાનું નથી. આ પ્રક્રિયા મૃત્યુનું ચોક્કસ કારણ અને સંજોગો જાણવા માટે હાથ ધરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×