Mahisagar News: તાંત્રોલી બ્રિજ પર ફરી જોખમ, ગાબડું પડતા તંત્રની કામગીરી પર સવાલો
મહીસાગરના તાંત્રોલી બ્રિજનું તાજેતરમાં જ રિપેરિંગ અને લોડ ટેસ્ટ કર્યા બાદ તેને ખુલ્લો મુકાયો હતો. જોકે, ફરી તેના એપ્રોચમાં ગાબડું પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉતાવળમાં કરવામાં આવતા સમારકામથી સંતુષ્ટ ન હોવાથી સ્થાનિક લોકોએ કાયમી ઉકેલ રૂપે નવા બ્રિજની માંગ કરી છે.
Advertisement
Mahisagar: મહીસાગર જિલ્લાના મલેકપુર પાસે આવેલા તાંત્રોલી બ્રિજ (Tantroli Bridge) પર ફરી એકવાર મોટી બેદરકારી સામે આવી છે. તાજેતરમાં જ લાંબા સમય સુધી બંધ રાખીને આ બ્રિજનું મોટું રિપેરિંગ (Major Repairing) કરવામાં આવ્યું હતું. તે સમયે તંત્ર દ્વારા સુરક્ષાના દાવા સાથે લોડ ટેસ્ટ (Load Test) પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ વાહનવ્યવહાર માટે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે, હવે આ બ્રિજના એપ્રોચ રોડ (Approach Road) પર મોટું ગાબડું પડી જતાં ફરી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

