Mehsana News: મધ્યાહન ભોજનમાં કૌભાંડ આચરનાર 3 સંચાલક સસ્પેન્ડ, આટલો દંડ ભરવો પડશે!
મહેસાણાના વિજાપુર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનામાં ખોટી હાજરી બતાવી સરકારી નાણાં સેરવવાનું કૌભાંડ ઝડપાયું છે. આ મામલે લાડોલ, મહાદેવપુરા અને સુંદરપુર પ્રાથમિક શાળાના ત્રણ સંચાલકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગેરરીતિ બદલ તંત્ર દ્વારા ત્રણેય દોષિત સંચાલકો પાસેથી કુલ મળીને આશરે રૂ. 5.17 લાખથી વધુની રકમ દંડ પેટે વસૂલ કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.
Advertisement
Mehsana News: ગુજરાતમાં સરકારી શાળાઓમાં બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ચલાવવામાં આવતી મધ્યાહન ભોજન (Midday Meal) યોજનામાં ફરી એકવાર મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના વિજાપુર (Vijapur) તાલુકામાં મધ્યાહન ભોજનમાં વિદ્યાર્થીઓની ખોટી હાજરી (Fake Attendance) બતાવીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. આ મામલે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરીને વિજાપુર તાલુકાની ત્રણ જુદી-જુદી સરકારી શાળાઓના સંચાલકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ કૌભાંડ આચરનારા આ સંચાલકો પાસેથી લાખો રૂપિયાની વસૂલાત કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.

