Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana School Bus Accident : મહેસાણામાં કાળમુખા ડમ્પરે સ્કૂલ બસને ફંગોળી, 4 ભૂલકાંઓ લોહીલુહાણ!

Mehsana : ઉત્તર ગુજરાતના મહેસાણા-ગાંધીનગર લિંક રોડ (Mehsana-Gandhinagar Link Road) પર આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ખનીજ ભરેલા ડમ્પર (Dumper) ચાલકે શબરી વિદ્યા વિહાર (Shabri Vidya Vihar) ની સ્કૂલ બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે,
mehsana school bus accident   મહેસાણામાં કાળમુખા ડમ્પરે સ્કૂલ બસને ફંગોળી  4 ભૂલકાંઓ લોહીલુહાણ
Advertisement
  • મહેસાણા (Mehsana) -ગાંધીનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત (Mehsana-Gandhinagar Highway Accident)
  • ખનીજ ભરેલા બેફામ ડમ્પર ચાલકે સ્કૂલ બસ ને ટક્કર મારી
  • બેફામ ડમ્પર ચાલકની ટક્કર થી 4 વિદ્યાર્થીઓ ઘાયલ
  • અકસ્માતમાં બે વિદ્યાર્થીનીઓને ગંભીર ઇજાઓ થઈ
  • ડમ્પર ચાલક ટક્કર માર્યા બાદ ફરાર થયો

Mehsana : ઉત્તર ગુજરાતના મહેસાણા (Mehsana) -ગાંધીનગર લિંક રોડ (Mehsana-Gandhinagar Link Road) પર આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ખનીજ ભરેલા ડમ્પર (Dumper) ચાલકે શબરી વિદ્યા વિહાર (Shabri Vidya Vihar) ની સ્કૂલ બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જેમાંથી બે વિદ્યાર્થિનીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

mehsana-gandhinagar-highway-school-bus-accident-dumper-hit- Gujarat first

Advertisement

મહેસાણા-ગાંધીનગર હાઇવે પર ભયાનક અકસ્માત (Mehsana-Gandhinagar Highway Accident)

ઘટનાની વિગત મુજબ, સવારના સમયે જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહી હતી, ત્યારે બેફામ બનેલા ભારે વાહન ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ સાથે અકસ્માત (Road Accident) સર્જ્યો હતો. ટક્કર એટલી ભીષણ હતી કે બસના પાછળના ભાગને ભારે નુકસાન થયું છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક માનવતા નેવે મૂકીને ઘટનાસ્થળેથી ફરાર (Absconding) થઈ ગયો હતો.

Advertisement

mehsana-gandhinagar-highway-school-bus-accident-dumper-hit- Gujarat first

ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડાયા

સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડ્યા હતા. પોલીસ હાલમાં આ ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભારે વાહનોના વધતા ત્રાસને કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :  Vadodara : એક મહિના પછી દુપટ્ટો બદલવા મામલે હોબાળો, ગ્રાહકના સંબંધીઓએ દુકાનદાર પર કર્યો જીવલેણ હુમલો

Tags :
Advertisement

.

×