Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mahesana: વરરાજાનો વરઘોડો નિકળતા જ વરસ્યા પથ્થર, સતલાસણામાં કેમ ઉભી થઈ તણાવની સ્થિતિ?

મહેસાણા (Mehsana) જિલ્લાના સતલાસણા તાલુકાના બેડસ ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન ભારે માથાકૂટ થઈ હતી. વરઘોડો કાઢવા અને બેંડ-વાજા વગાડવાના મુદ્દે બે પક્ષ વચ્ચે તીવ્ર વિવાદ થયો, જેના કારણે સામસામે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
mahesana  વરરાજાનો વરઘોડો નિકળતા જ વરસ્યા પથ્થર  સતલાસણામાં કેમ ઉભી થઈ તણાવની સ્થિતિ
Advertisement
  • મહેસાણા (Mehsana) ના સતલાસણામાં લગ્નના વરઘોડામાં માથાકૂટ
  • વરઘોડો કાઢવા અને બેંડવાજા વગાડવા માથાકૂટ થયાનો આરોપ
  • બેડસ ગામમાં ચાલુ વરઘોડામાં સામ સામે પથ્થરમારો થયો
  • પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ
  • ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ
  • પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો

Mehsana: મહેસાણા (Mehsana) જિલ્લાના સતલાસણા તાલુકાના બેડસ ગામમાં લગ્નની ખુશીઓ વચ્ચે પથ્થરમારાની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. લગ્નના વરઘોડામાં બેન્ડવાજા વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ હિંસક ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ગામમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી.

મહેસાણા (Mehsana) ના સતલાસણામાં ચાલુ વરઘોડામાં પથ્થરમારો

પ્રાપ્ત વિગતો અનુસાર, બેડસ ગામમાં જ્યારે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો અને બેન્ડવાજા સાથે ગીતો વાગી રહ્યા હતા, ત્યારે કોઈ કારણોસર અન્ય પક્ષ સાથે માથાકૂટ થઈ હતી. આરોપ છે કે વરઘોડો કાઢવા અને સંગીત વગાડવા બાબતે વિવાદ વકર્યો હતો. જોતજોતામાં વાત એટલી હદે વધી ગઈ કે બંને જૂથો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. વરઘોડામાં સામેલ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લગ્નનો માહોલ ભયમાં ફેરવાઈ ગયો હતો.

Advertisement

Mehsana-Fight in wedding procession- Gujarat First

Advertisement

મહિલા ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ પથ્થરમારાની ઘટનામાં વરઘોડામાં હાજર એક મહિલાને પથ્થર વાગતા તે લોહીલુહાણ થઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલમાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટનાને કારણે લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Mehsana-Fight in wedding procession- Gujarat First

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ઘટનાની જાણ થતા જ સતલાસણા પોલીસનો કાફલો તાત્કાલિક બેડસ ગામ પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવીને ગામમાં શાંતિ જાળવવા પ્રયાસો હાથ ધર્યા છે. પરિસ્થિતિ વધુ ન વકરે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પથ્થરમારો કરનારા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ ઘટનાએ ફરી એકવાર સામાજિક પ્રસંગોમાં થતા ઘર્ષણ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:  Ahmedabad: "સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરો", હાઇકોર્ટ પરિસરને શ્વાનમુક્ત કરવા સીનિયર એડવોકેટનું અલ્ટીમેટમ

Tags :
Advertisement

.

×