Ashok Chaudhary ને કેન્દ્રના સહકાર મંત્રાલયમાં મળ્યું મહત્વનું સ્થાન, જાણો વિગત
- Ashok Chaudhary ની કેન્દ્રીય સહકાર મંત્રાલયમાં મહત્વની નિમણૂક
- દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા SPCDFના ડિરેક્ટર
- અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળના મંત્રાલયે લીધો નિર્ણય
- સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનમાં મોટી જવાબદારી
- અશોક ચૌધરી અમૂલ ફેડરેશનમાં પણ સેવા આપે છે
Ashok Chaudhary Appointment: ભારત સરકારના સહકાર મંત્રાલય (Ministry of Cooperation) દ્વારા મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીને એક અત્યંત મહત્વની રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા નવનિર્મિત સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન (SPCDF) ના ડિરેક્ટર (Director) તરીકે અશોક ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે.
Ashok Chaudhary ની કેન્દ્રીય સહકાર મંત્રાલયમાં મહત્વની નિમણૂક
કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના (Amit Shah) માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે SPCDF ની સ્થાપના કરવામાં આવી છે. આ ફેડરેશનમાં ડિરેક્ટર તરીકે મહેસાણાના અગ્રણી સહકારી નેતા અશોક ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અશોક ચૌધરી હાલમાં અમૂલ ફેડરેશનમાં (Amul Federation) પણ ચેરમેન તરીકે કાર્યરત છે, જે તેમના સહકાર ક્ષેત્રના બહોળા અનુભવની પ્રતીતિ કરાવે છે.
ડેરી ઉદ્યોગમાં ખુશીનો માહોલ
આ નિમણૂકને પગલે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતના સહકાર ક્ષેત્રમાં આનંદની લહેર ફરી વળી છે. સહકાર મંત્રાલયના આ નિર્ણયથી રાષ્ટ્રીય સ્તરે ડેરી ઉદ્યોગના (Dairy Industry) નીતિ-નિયમો અને સંચાલનમાં મહેસાણાનું પ્રતિનિધિત્વ વધશે.
આ પણ વાંચો: AAP Gujarat માં ભડકો! રાજુ કરપડા બાદ વધુ એક ખેડૂત નેતા Sagar Rabari નું રાજીનામું


