Mehsana fire News: બહુચરાજી ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ, પાલિકાની બેદરકારી સામે જનતામાં ભારે આક્રોશ
- Mehsana ના બહુચરાજી ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ
- આગને લીધે રહીશો દુર્ગંધયુક્ત ધુમાડાથી ભારે ત્રસ્ત
- 7 થી 12 વાગ્યા સુધી આગ ચાલુ રહી
- ફાયર ફાઇટરના અભાવે આગ લાંબો સમય ભભૂકી
- પાલિકાએ પાણીના ટેન્કર મોકલવાની તસ્દી ન લીધીના આરોપ
- જવાબદાર તંત્રની કામગીરી સામે લોકોમાં આક્રોશ
Mehsana fire News: મહેસાણા જિલ્લાના ઓટો હબ તરીકે ઓળખાતા બહુચરાજી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. સાંજે 7વાગ્યાથી શરૂ થયેલી આ આગ તંત્રની ઘોર બેદરકારીના કારણે રાત્રે 12 વાગ્યા સુધી સતત ભભૂકતી રહી હતી. બહુચરાજી નગરપાલિકા પાસે પોતાનું કોઈ ફાયર ફાઇટર ન હોવાના કારણે આગ પર સમયસર કાબૂ મેળવી શકાયો ન હતો.
Mehsana બહુચરાજી નગરપાલિકાની ડંપિંગ સાઇડમાં આગની ઘટના
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે પાલિકા પ્રશાસન દ્વારા આગ ઓલવવા માટે પાણીના ટેન્કર મોકલવાની પણ તસ્દી લેવામાં આવી ન હતી. અંતે મોડી રાત્રે આ આગ આપમેળે જ શાંત થઈ હતી, પરંતુ તંત્રની આ પ્રકારની નિષ્ક્રિયતા સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
કલાકો સુધી સતત નીકળતા ધુમાડાના કારણે રહીશોને હાલાકી
આ ભીષણ આગના કારણે ડમ્પિંગ સાઇટમાંથી નીકળતા અતિશય દુર્ગંધયુક્ત અને ઝેરી ધુમાડાએ આજુબાજુના રહેણાંક વિસ્તારોને બાનમાં લીધા હતા. કલાકો સુધી સતત નીકળતા ધુમાડાના કારણે સ્થાનિક રહીશો અને બાળકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને લોકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા હતા.
યોગ્ય વ્યવસ્થા કરવા રહીશોની ઉગ્ર માગ
અત્રે ઉલ્લેખનીય છે કે બહુચરાજી અને તેની આસપાસના વિસ્તારોમાં અવારનવાર આગની આવી ઘટનાઓ બનતી રહે છે, તેમ છતાં પાલિકા પાસે ફાયર ફાઇટર જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી. ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે ડમ્પિંગ સાઇટ પર આગ પર કાબૂ મેળવવાની યોગ્ય કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.
બહુચરાજી ડમ્પિંગ સાઇટમાં મોડી રાત્રે ભીષણ આગ
આગને લીધે રહીશો દુર્ગંધયુક્ત ધુમાડાથી ભારે ત્રસ્ત
7 થી 12 વાગ્યા સુધી આગ ચાલુ રહી
ફાયર ફાઇટરના અભાવે આગ લાંબો સમય ભભૂકી
પાલિકાએ પાણીના ટેન્કર મોકલવાની તસ્દી ન લીધીના આરોપ
જવાબદાર તંત્રની કામગીરી સામે લોકોમાં આક્રોશ
રહીશોએ ધુમાડાના… pic.twitter.com/DycvPUq3P3— Gujarat First (@GujaratFirst) May 21, 2026
આ પણ વાંચો: Saputara માં કાશ્મીર જેવી અનુભૂતિ, ધુમ્મસભર્યા વાતાવરણથી પ્રવાસીઓની મજા બમણી થઈ


