Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Suvendu Adhikari બનશે 'ગેમ ચેન્જર', અમૂલ ફેડરેશનના ચેરમેને અભિનંદન પાઠવતાં કરી મોટી વાત

અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પશ્ચિમ બંગાળના નવા નેતૃત્વ તરીકે શુભેન્દુ અધિકારીને આવકારી ઉજ્જવળ ભવિષ્યની કામના કરી છે. તેમણે બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સુધારણા, ઘૂસણખોરી પર નિયંત્રણ અને નવા ઉદ્યોગો દ્વારા રોજગારી વધારવાના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. અશોકભાઈના મતે, શુભેન્દુ અધિકારીના પાયાના અનુભવો રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
suvendu adhikari બનશે  ગેમ ચેન્જર   અમૂલ ફેડરેશનના ચેરમેને અભિનંદન પાઠવતાં કરી મોટી વાત
Advertisement
  • અમૂલ ફેડરેશનના ચેરમેને Suvendu Adhikari ને આપ્યા અભિનંદન
  • અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરીનું નિવેદન
  • શુભેન્દુ મહેનતુ અને જમીનથી જોડાયેલા નેતા: અશોકભાઈ ચૌધરી

Suvendu Adhikari West Bengal New CM: તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ (West Bengal) ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભારે બહુમતથી મમતા બેનર્જીની પાર્ટી TMC ને હરાવી દીધી છે. જીત બાદ આજે ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારી (Suvendu Adhikari) શપથ લીધા છે. ત્યારે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી (Ashok Chaudhary) એ શુભેન્દુ અધિકારીને વિશેષ અભિનંદન પાઠવ્યા છે. અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, શુભેન્દુ અધિકારી એક અત્યંત મહેનતુ અને જમીન સાથે જોડાયેલા નેતા (Mass Leader) છે. તેમણે ઉમેર્યું કે નવા મુખ્યમંત્રી સામાન્ય લોકોની તકલીફો અને પાયાની જરૂરિયાતોથી પૂરેપૂરા વાકેફ (Aware) છે, જે રાજ્યના વિકાસ માટે પથદર્શક સાબિત થશે. નોંધનીય છે કે અશોકભાઈ ચૌધરી પોતે પણ બંગાળમાં ચૂંટણી પ્રચાર (Election Campaign) દરમિયાન સક્રિય રહ્યા હતા.

નવા ઉદ્યોગો આવતા રોજગારીની તકો મળશે: અશોકભાઈ ચૌધરી

પશ્ચિમ બંગાળના ભાવિ અંગે આશાવાદ વ્યક્ત કરતા અશોકભાઈએ જણાવ્યું કે, આગામી સમયમાં રાજ્યને ખૂબ જ સારું અને સુદ્રઢ શાસન (Governance) મળવા જઈ રહ્યું છે. નવા નેતૃત્વ હેઠળ રાજ્યમાં નવા ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ બનશે, જેના પરિણામે સ્થાનિક સ્તરે રોજગારીની વિપુલ તકો ઊભી થશે. આર્થિક રીતે પછાત રહેલા વિસ્તારોમાં ઔદ્યોગિક ક્રાંતિ આવવાથી યુવાનોને પલાયન થવું પડશે નહીં અને બંગાળ ફરી એકવાર આર્થિક હબ તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

Advertisement

'ખાડે ગયેલી કાયદો-વ્યવસ્થા સુદ્રઢ બનશે'

રાજ્યની આંતરિક પરિસ્થિતિ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, બંગાળમાં છેલ્લા લાંબા સમયથી ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે સુદ્રઢ (Law and Order) બનશે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં બાંગ્લાદેશથી થતી ગેરકાયદે ઘૂસણખોરી પર કડક લગામ લાગશે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત અનિવાર્ય છે. અંતમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે શુભેન્દુ અધિકારીના માર્ગદર્શન હેઠળ બંગાળની અસ્મિતા જળવાશે અને તેઓ ભારતમાતાની સાચી સેવા (Devotion) કરીને રાજ્યને પ્રગતિના પંથે લઈ જશે.

Advertisement

આ પણ વાંચોઃ  Mehsana માં ફરી પશુઓની એક્સપાયર દવા મળતાં ચકચાર, જાણો પશુ અધિકારીએ શું કહ્યું?

Tags :
Advertisement

.

×