Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

BJP Rajya Sabha Candidates: એન્જિનિયર, વકીલ અને યુવા ચહેરાઓને સ્થાન, ભાજપે જ્ઞાતિના સમીકરણો સાધી ચોંકાવ્યા

Viksit Bharat PM Modi: ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ચાર શિક્ષિત અને પાયાના કાર્યકરોની જાહેરાત કરી છે. જેમાં જિતેન્દ્ર કણજારિયા (દ્વારકા), માનસિંહ પરમાર (ગીર-સોમનાથ), મુકેશ રાઠવા (છોટાઉદેપુર) અને રાજુ શુક્લ (મહેસાણા)નો સમાવેશ થાય છે. પક્ષે જાતિ સમીકરણો સાધીને બ્રાહ્મણ, સથવારા, કારડિયા રાજપૂત અને આદિવાસી સમાજના યુવા તેમજ કર્મઠ ચહેરાઓને સંસદમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.
bjp rajya sabha candidates  એન્જિનિયર  વકીલ અને યુવા ચહેરાઓને સ્થાન  ભાજપે જ્ઞાતિના સમીકરણો સાધી ચોંકાવ્યા
Advertisement

Rajya Sabha Election Gujarat: ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) દ્વારા રાજ્યસભા (Rajya Sabha)ની આગામી ચૂંટણી માટે પોતાના ચાર ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર (Gandhinagar) ખાતેથી જાહેર કરાયેલી આ યાદીમાં પક્ષના હાઈકમાન્ડે પાયાના કાર્યકરોની મહેનતને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પક્ષ માટે સતત દોડનારા, કર્મઠ વ્યક્તિત્વ ધરાવતા, શિક્ષિત અને યુવા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ યાદીમાં સોશિયલ એન્જિનિયરિંગ એટલે કે જાતિગત સમીકરણોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભાજપે આ વખતે એક બ્રાહ્મણ, એક સથવારા, એક કારડિયા રાજપૂત અને એક આદિવાસી કાર્યકરને દેશના ઉચ્ચ ગૃહ એટલે કે રાજ્યસભામાં જવાની સુવર્ણ તક આપી છે.

Tags :
Advertisement

.

×