Mehsana માં ભાજપની લહેર! ઊંઝા, કડી અને વિજાપુરમાં વિપક્ષના સૂપડા સાફ, અનેક બેઠકો બિનહરીફ!
- મહેસાણા (Mehsana) જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારોમાં ફોર્મ ખેંચવાની હોડ લાગી
- વિજાપુર, ઊંઝા અને કડીમાં ભાજપની લહેર
- અનેક બેઠકો પર બિનહરીફ વિજયથી વિપક્ષમાં સન્નાટો
- મતદાન પહેલા જ ભાજપના ગઢ વધુ મજબૂત બન્યા
Mehsana Elections 2026: મહેસાણા (Mehsana) જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) પૂર્વે ભાજપનો એકચક્રી શાસન અને દબદબો જોવા મળી રહ્યો છે. વિજાપુર, ઊંઝા અને કડીમાં ભાજપની અનેક બેઠકો બિનહરીફ થતા વિપક્ષી છાવણીમાં સોપો પડી ગયો છે.
મહેસાણા (Mehsana) માં ભાજપનો દબદબો
મહેસાણાના વિજાપુર તાલુકા પંચાયત (Taluka Panchayat) ની ત્રણ બેઠકો મતદાન પહેલા જ બિનહરીફ જાહેર થઈ છે. ડાભલા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર રમણજી અમરતજીએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ચંદનસિંહ રેવાજી ઠાકોર વિજેતા બન્યા છે. તેવી જ રીતે, દગાવાડીયા બેઠક પર કોંગ્રેસના કંચનબેન ઠાકોરે ઉમેદવારી પરત ખેંચતા ભાજપના સરોજબેન અમૃતલાલ ચૌધરી બિનહરીફ થયા છે. આ ઉપરાંત, રણસીપુર બેઠક પર ભાજપના ઉમેદવાર વર્ષાબેન વિજયભાઈ તડવી પણ બિનહરીફ જાહેર થયા છે.
મહેસાણા કડી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો દબદબો
કડી પાલિકાની 36 બેઠકોમાંથી 27 બેઠકો થઈ બિનહરીફ
કુલ 9 વોર્ડની 36 બેઠકો માંથી 27 બેઠકો થઈ બિનહરીફ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો દબદબો યથાવત્
કડી પાલિકા માં સત્તાનું સુકાન ભાજપ પાસે યથાવત્@BJP4Gujarat @Nitinbhai_Patel #Mehsana… pic.twitter.com/bhPDw4FXGp— Gujarat First (@GujaratFirst) April 15, 2026
ઊંઝા નગરપાલિકામાં ભગવો લહેરાયો
ઊંઝા નગરપાલિકા (Municipality) માં મતદાન પૂર્વે જ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. પાલિકાની કુલ 36 બેઠકો પૈકી 22 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે. કોંગ્રેસ (Congress) ના 15 જેટલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા વોર્ડ નંબર 3, 6 અને 8 સંપૂર્ણપણે બિનહરીફ થયા છે. આ ઉપરાંત ઊંઝા તાલુકા પંચાયતની 18 પૈકી 4 બેઠકો (ઉપેરા, કરલી, દાસજ અને વરવાડા) પર પણ ભાજપ બિનહરીફ થયું છે. જિલ્લા પંચાયત (District Panchayat) ની કોદરા બેઠક પણ ભાજપના ફાળે ગઈ છે. ધારાસભ્ય (MLA) કિરીટ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઊંઝામાં ફરી ભાજપનો ભગવો લહેરાશે.
મહેસાણાના વિજાપુર તાલુકા પંચાયતની ત્રણ બેઠકો બિનહરીફ
ડાભલાના કોંગ્રેસ ઉમેદવાર ઠાકોર રમણજીએ ફોર્મ પરત ખેંચ્યું
ભાજપના ચંદનસિંહ રેવાજી ઠાકોર થયા બિનહરીફ
દગાવડીયા તા.પં.ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
કંચનબેન ઠાકોરે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ
ભાજપના ઉમેદવાર… pic.twitter.com/GO4rxtNw7o— Gujarat First (@GujaratFirst) April 15, 2026
કડીમાં નીતિન પટેલનો દબદબો યથાવત્
મહેસાણાની કડી નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ (BJP) નો ભારે દબદબો જોવા મળ્યો છે. કડી પાલિકાની 36 બેઠકોમાંથી 27 બેઠકો બિનહરીફ થઈ છે. કુલ 9 વોર્ડમાંથી 27 બેઠકો પર બિનહરીફ વિજય થતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Former Deputy CM) નીતિન પટેલનો રાજકીય પ્રભાવ અને દબદબો અકબંધ રહ્યો છે. કડી પાલિકામાં સત્તાનું સુકાન ભાજપ પાસે જ રહેશે તે હવે નિશ્ચિત બન્યું છે.
આ પણ વાંચો: Rajkot નો રાજકીય સંગ્રામ! ક્યાંક બિનહરીફની લહેર તો ક્યાંક ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ!


